- વિશ્વનો સૌથી મોટો કરોળિયો જાયન્ટ બર્ડઇટિંગ સ્પાઈડર છે. ૧૯૬૫માં આકરોળિયાનો એક નમૂનો સાચવવામાં આવેલોતેના પગનો વ્યાપ ૧૧.૦૨ ઇંચ હતો. આ કરોળિયા આફ્રિકાના સુરિનામ અને ગિયાનામાં જોવા મળે છે.
- વિશ્વનો સૌથી નાનો કરોળિયો પૂર્ણવિરામના ટપકાં જેવડો હોય છે. ૦.૦૦૧૭ ઇંચના કદનાઆ કરોળિયા આફ્રિકાના સામોયામાં જોવા મળે છે. તેને પાટુમારપ્લેસી કહે છે.
- વિશ્વનું સૌથી મોટું પતંગિયુ કિવન એલેકઝાન્ડ્રા છે તેની પાંખનો ઘેરાવો ૧૧ ઇંચ હોય છે.
- વંદા ગંધથી ખૂબ જ આકર્ષાય છે. તે ચામડાની ચીજો ને પણ તોડીનાખે છે. તેનો પ્રિય ખોરાક ગુંદર છે.
- તમરાંનું ગીત વાતાવરણનું ઉષ્ણતામાન દર્શાવે છે. ૧૩ સેંકડમાં તેજેટલી વખત અવાજ કરે તેના આધારે તાપમાન જાણવાની પ્રથા છે.
- આફ્રિકન ઉધઈ પાંચ ઇંચ સુધી લાંબી હોઇ શકે છે તે દરરોજ ૩૦૦૦૦ઇંડા મૂકે છે.


