હાથી વિશે જાણવા જેવું .
- હાથીની મુખ્ય બે જાત એશિયન અને આફ્રિકન છે. આફ્રિકન હાથીના કાન એશિયન કરતાં ત્રણ ગણા મોટા હોય છે.
- હાથીના કાન શરીરનું તાપમાન જાળવવાનું કામ કરે છે. પરંતુ આફ્રિકન હાથી બીજા હાથીને સંદેશો આપવા પણ કાન
હલાવે છે.
- હાથી એક દિવસમાં ૩૦૦ લીટર જેટલું પાણી પીએ છે. હાથી પાણીની ગંધ ૩ કિલોમીટર દૂરથી પારખી શકે છે.
- હાથી એકમાત્ર એવું પ્રાણી છે કે જે કૂદકા મારી શકતું નથી. હાથી આટલા મોટા કાન હોવા છતાં અવાજ સાંભળવામાં નબળા હોય છે.
- હાથી પગના તળિયા વડે જમીનની ધ્રુજારી પરથી દૂર થતા અવાજ સાંભળી શકે છે. હાથી બહુ ઉંઘ લેતા નથી. રાત્રે ઊભા ઊભા જ ઉંઘ ખેંચી લે છે.
- હાથીની સૂંઢમાં હાડકાં હોતા નથી પરંતુ દોઢ લાખ જેટલા સ્નાયુઓ હોય છે. તેની ચામડી એક ઇંચ જાડી હોય છે. હાથીની સૂંઢના છેડે આંગળી જેવો બહાર નીકળેલો અવયવ હોય છે તેના દ્વારા તે ખંજવાળી શકે છે અને આંખો સાફ કરે છે.
- હાથીની સૂંઢના સ્નાયુઓ સંવેદનશીલ હોય છે. હાથી સૂંઢ વડે જમીન પર પડેલી સોય પણ ઉપાડી શકે છે.
- હાથી પાણીમાં લાંબા અંતર સુધી તરી શકે છે.