Magazines

વિશ્વના સૌથી મજબૂત સેફ ડિપોઝીટ વૉલ્ટ

By GS TEAM
20 Feb 20261 min read
વિશ્વના સૌથી મજબૂત સેફ ડિપોઝીટ વૉલ્ટ

(૧) ફોર્ટ નોક્સ : અમેરિકાના લૂઈસવિલે ખાતે આવેલા સેનાના કેમ્પમાં અમેરિકાનું સમગ્ર સોનું સાચવવા માટે અતિમજબૂત તિજોરી વિશ્વની સૌથી સલામત તિજોરી મનાય છે. ૭૫૦ ટન વજનની સ્ટીલ દીવાલોમાં તેનું બારણું ૨૨ ટન વજનનું છે. ભૂલભૂલામણી જેવા કોમ્બીનેશનવાળા ઉપરાંત સેનાના સશસ્ત્ર જવાનો તેનું રક્ષણ કરે છે. આ તિજોરીમાં ટનબંધ સોનું સચવાય છે.

(૨) સ્વાલબાર્ડ ગ્લોબલ સીડ વૉલ્ટ : સ્પીટબર્જનના ટાપુ પર આવેલી સ્વાલબાર્ડની વોલ્ટ પણ અતિ મજબૂત અને વિશાળ છે. આ વૉલ્ટમાં વિશ્વભરના દેશોના વિવિધ અનાજ, કઠોળ વગેરેના બિયારણ સચવાયેલા છે. ઉત્તર ધ્રુવના બર્ફિલા પ્રદેશમાં આવેલી આ વૉલ્ટ જમીનમાં ઊંડે હોવા છતાંય દરિયાની સપાટીથી ઊંચી છે. તેના પર અણુ હુમલો પણ થઈ શકે નહીં અને હવામાનની અસર પણ થઈ શકે નહીં તેવી મજબૂત છે. તેમાં ૫૦૦૦ જેટલા બિયારણ સચવાયેલા છે. કોઈપણ દેશ પોતાનું નષ્ટપ્રાય વનસ્પતિનું બીજ તેમાં સાચવવા મૂકી શકે છે.