વિશ્વનું સૌથી ઝડપી પ્રાણી ચિત્તો
ચિત્તો કલાકના ૧૧૩ કિલોમીટરની ઝડપે દોડતું વિશ્વનું સૌથી ઝડપી પ્રાણી છે. આ ઝડપ તે થોડી સેકંડમાં જ મેળવી લે છે.
ચિત્તો તેના કૂળનું સૌથી નાનું પ્રાણી છે. તેનું વજન ૪૫ થી ૫૦ કિલો હોય છે.
ચિત્તાના ચહેરા પર આંખથી મોં સુધી કાળી રેખાઓ તેની ઓળખ છે.
ચિત્તા ગર્જના કરી શકતા નથી, સ્વભાવે ડરપોક છે. તેની નજર શક્તિશાળી હોય છે. તે ઝાડ પર ચઢી શકતા નથી.
ચિત્તાની મુખ્ય પાંચ જાતમાં એશિયન ચિત્તા, નોર્થ આફ્રિકન, સાઉથ આફ્રિકન, સુદાન અને ટાન્ઝાનિયાના ચિત્તા છે.
ચિત્તાના શરીર પર લગભગ ૨૦૦૦ કાળાં ટપકાં હોય છે. દરેક ટપકું દોઢથી બે ઈંચ વ્યાસનું હોય છે.
ચિત્તાની સુંઘવાની શક્તિ ગજબની છે. તે જમીન સુંઘીને રસ્તો શોધે છે.
ચિત્તાના શ્વાસોચ્છવાસની ઝડપ મિનિટે ૬૦ની હોય છે પરંતુ દોડતી વખતે તે મિનિટે ૧૫૦ વખત શ્વાસ લે છે.
ચિત્તા ૫૦૦ મીટર કરતાં વધુ લાંબું અંતર દોડી શકતા નથી. દોડતી વખતે તેના શરીરની ગરમીમાં ૫૦ ટકાનો વધારો થાય છે.