વિશ્વું સૌથી ઝડપી પ્રાણી: ચિત્તો
ચિત્તો કલાકના લગભગ ૧૧૫ કિલોમીટરની ઝડપથી દોડે છે અને આ ઝડપ ગણતરીની સેકંડમાં જ મેળવી લે છે.
ચિત્તાના શરીર પર કાળા રંગના ટપકાં હોય છે પ્રત્યેક ટપકું દોઢથી બે ઇંચ વ્યાસનું હોય છે. તેના ચહેરા પર આંખથી મોં સુધી કાળી રેખાઓ તેની વિશેષ ઓળખ છે.
ચિત્તા મોટેથી ગર્જના કરી શકતા નથી. બિલાડીનું મ્યાંઉ કે થોડી સેકંડના ઘૂરકિયા જ કરી શકે છે.
ચિત્તાની નજર શક્તિશાળી હોય છે.
ચિત્તાની મુખ્ય પાંચ જાત છે. એશિયન, નોર્થ આફ્રિકન, સાઉથ આફ્રિકન, સુદાની અને ટાન્ઝાનિયન ચિત્તા.
ચિત્તાની સુંઘવાની શક્તિ ગજબની છે. તે જમીન સુંઘીને રસ્તો શોધી શકે છે.
દોડતી વખતે ચિત્તાના શરીરની ગરમીમાં ૫૦ ટકાનો વધારો થાય છે. તે લાંબો સમય ઝડપથી દોડી શકતાં નથી.
ચિત્તા ડરપોક છે. તે અન્ય શિકારી પ્રાણી સાથે લડતા નથી.