Get The App

પક્ષીઓનું અજાયબ જગત .

Updated: Aug 9th, 2024

GS TEAM

Google News
Google News
પક્ષીઓનું અજાયબ જગત                            . 1 - image


* લક્કડખોદની જીભ તેની ચાંચ કરતાં ચાર ગણી મોટી હોય છે જીભની ટોચ ખાંચાવાળી અને ખરબચડી હોય છે તે થડની બખોલમાં જીભ ખોસીને જીવજંતુઓનો શિકાર કરે છે. 

* હનીબર્ડ નામનું પક્ષી મધપૂડો તોડી શક્તું નથી એટલે તે બીજા મોટા પ્રાણીઓને અવાજ કરી મધપૂડા તરફ દોરી જાય છે. અને મધ મેળવે છે.

*  દરજીડો બે પાંદડા સીવીને માળો બનાવે છે. પાંદડાને જોડવા માટે તે કરોળિયાના જાળાના તારનો ઉપયોગ કરે છે.

*  આલ્બાટ્રોસ વિશ્વનું સૌથી લાંબી પાંખો ધરાવતું પક્ષી છે. તેની પાંખનો ઘેરાવો વિશાળ હોવાથી તે આકાશમાં પાંખો હલાવ્યા વિના જ ૧૦૦૦૦ કિલોમીટર જેટલું અંતર કાપી શકે છે.

*  ટીંટોડી બોલે ત્યારે અંગ્રેજીમાં 'ડી ડ યુ ડુ ઈટ' જેવો અવાજ સંભળાય છે.

*  ભારતના પક્ષીઓમાં હીલ મેના સૌથી વધુ ગીત ગાતું પક્ષી છે.

* પોપટનું મગજ પક્ષીઓમાં શરીરના કદના પ્રમાણમાં સૌથી વજનદાર હોય છે. આફ્રિકાનો ગ્રે પેરોટ સૌથી વધુ શબ્દ યાદ રાખી શકે છે.

* ભારતમાં પોપટ જોવા મળતાં નથી. પરંતુ પોપટ જેવો સૂડા અને તૂઈ હોય છે. જેને પેરોટ નહીં. પેરાકિટ કહે છે.

*  શાહમૃગ એવું પક્ષી છે કે જેના લક્ષણો ઊંટ જેવા હોય.

Tags :