Get The App

સમયની કિંમત .

Updated: Jun 27th, 2025

GS TEAM

Google News
Google News
સમયની કિંમત                                . 1 - image

- ખ્યાતિ અને સ્વાતિ પહેલેથી તૈયારી કરતાં તેથી પરીક્ષાના દિવસોમાં તેઓ હળવાફૂલ રહેતાં... પણ ઝીલ અને નીલ પરીક્ષાના આગલા દિવસે વાંચવા બેઠાં. આટલા ઓછા સમયમાં કેટલું સમજાય ને કેટલું યાદ રહે?

- અવની ગજ્જર 'અંતરલોકી'

એક સુંદર મજાની શાળા હતી. તેમાં ચાર મિત્રો ભણતા હતા. ખ્યાતિ, ઝીલ, સ્વાતિ અને નીલ. આ બધાં મિત્રો સાથે ભણતાં અને સાથે રમતાં. 

એક મામલામાં તેમનામાં ફર્ક હતો. ખ્યાતિ અને સ્વાતિ ખૂબ નિયમિત અને શિસ્તબદ્ધ હતાં, જ્યારે ઝીલ અને નીલ થોડા બેફિકર અને આળસુ હતાં.

રોજ સવારે ખ્યાતિ અને સ્વાતિ સમયસર ઊઠીને શાળાનું લેસન પૂરું કરીને વહેલાં શાળાએ પહોંચી જતાં. ઝીલ અને નીલ ભાગ્યે જ સમયસર શાળાએ પહોચતાં. ઘણીવાર લેસન પણ અધૂરું રાખતાં. પરીક્ષા નજીક આવતી હોય તો પણ તૈયારી ન કરે. એમને તો બસ, રમવું અને ફરવું.

થોડા મહિનાઓમાં શાળામાં પરીક્ષા શરૂ થઈ. ખ્યાતિ અને સ્વાતિ તો પહેલેથી તૈયારી કરતાં હતાં તેથી પરીક્ષાના દિવસોમાં પણ તેઓ હળવાફૂલ હતાં. ઝીલ અને નીલ પરીક્ષાના આગલા દિવસે વાંચવા બેઠાં. આટલા ઓછા સમયમાં કેટલું સમજાય ને કેટલું યાદ રહે? 

પરીક્ષા પૂરી થઈ. પરિણામ આવ્યું. ખ્યાતિ અને સ્વાતિને સારા ગુણ મળ્યા હતા. ઝીલ અને નીલને દેખીતી રીતે જ ખૂબ ઓછા માર્ક્સ મળ્યા. બન્ને એદકમ નિરાશ થઈ ગયાં હતાં. 

નીલ કહે, 'મારે પણ હવે નિયમિત થવું છે. ઝીલ, તું શું કહીશ આ બાબતે?'

ઝીલ બોલી, 'હા. જરૂર મહેનત કરીશું. કારણ કે રોજ થોડી થોડી મહેનત કરવાથી જ સારું પરિણામ મળે છે અને ભવિષ્યમાં મોટી

સફળતા અપાવે છે.'

આ વખતે નીલ અને ઝીલ મક્કમ હતાં. હવે ચારેય મિત્રો સાથે અને નિયમિતપણે ભણવા લાગ્યા, ઉત્તરોત્તર પ્રગતિ કરવા લાગ્યાં, પરિણામે પરીક્ષામાં સારા ગુણ લાવ્યાં. નીલ અને ઝીલ રાજી રાજી. તેમનાં મમ્મી-પપ્પાં ખુશ ખુશ. ખ્યાતિ અને સ્વાતિને પણ ખૂબ આનંદ  થયો.  

મિત્રો, તમે પણ ઝીલ અને નીલની જેમ મક્કમ શરૂઆત કરશો તો તમે ઉત્તમ જ્ઞાન મેળવી શકશો અને પરીક્ષામાં સુંદર પરિણામ લાવી શકશો. યાદ રહે, શિસ્ત અને નિયમિતતા સફળ થવા માટેની શ્રે ચાવી છે.