* નેપચ્યૂનનો ચંદ્ર ટ્રાઈટન વિરૂધ્ધ દિશામાં પ્રદક્ષિણા કરતો બ્રહ્માંડનો એક માત્ર ચંદ્ર છે.
* નેપચ્યૂન સૂર્યની એક પ્રદક્ષિણા આપણા ૧૬૪.૭૯ વર્ષે પુરી કરે છે. ઈ.સ. ૧૮૪૬માં તેની શોધ થઈ હતી. શોધ પછી તેની એક જ પ્રદક્ષિણા પુરી થઈ છે.
* અવકાશમાં ફેંકાયેલું કોઈપણ પ્રવાહી તેની પૃષ્ઠતાણ - 'સર્ફેસ ટેન્શન'ના કારણે ગોળો બનીને ઘૂમવા લાગે છે.
* બ્રિટને માત્ર એક જ સેટેલાઈટ છોડયો છે અને તેનું નામ 'બ્લેક એરો' છે. ૧૯૬૦માં તે બન્યો હતો અને છેલ્લે ૧૯૭૧માં લોન્ચ કરાયો હતો.
* સ્પેસ સ્ટેશન દર ૯૦ મિનિટે પૃથ્વીની એક પ્રદક્ષિણા પુરી કરે છે.
* નરી આંખે અવકાશમાં સૌથી દૂરની દેખાતી વસ્તુ એન્ડ્રોમેડા ગેલેક્સી છે. ઉત્તર ક્ષિતિજે રાત્રે આછા પ્રકાશના વાદળ જેવી તે દેખાય છે.
* અવકાશમાં આજ સુધી ઓળખાયેલા તારાઓમાં આર.૧૩૬-એ તારો સૌથી મોટો છે. તે સૂર્ય કરતાં ૩૨૦ ગણો મોટો છે.
* કવાસર ઓજે૨૮૭ બ્લેક હોલ બ્રહમાંડનું સૌથી મોટું - સૂર્ય કરતાં અબજો ગણું મોટું-બ્લેક હોલ છે.
* શનિ સૂર્યમાળાનો બીજા નંબરનો સૌથી મોટો ગ્રહ છે છતાં વજનમાં સૌથી હળવો છે.


