બાગબગીચામાં ફુવારા રાખવાનું વિજ્ઞાાન
ફુ વારા એ બગીચાની શોભા છે. જાત જાતના આકારના અને કરામતોવાળા ફૂવારામાંથી પાણીની છોળો ઊંચે સુધી જઈ નીચે પછડાય એ દૃશ્ય સુંદર હોય છે. કેટલાક બગીચા અને પાર્ક તો તેના ફૂવારા માટે પ્રસિધ્ધ થયા છે.
બગીચામાં ફુવારા એ માત્ર આકર્ષણ માટે નથી પણ તેનો મુખ્ય હેતુ હવા શુધ્ધ કરવાનો છે. વાતાવરણમાં રહેલા કાર્બન ડાયોકસાઈડ અને કાર્બન મોનોકસાઈડ પ્રદૂષણ સમાન છે. આ બંને વાયુઓ પાણીમાં ઓગળી જાય છે. સતત ઊડતા ફુવારા વાતાવરણમાંથી કાર્બનડાયોકસાઈડ ઓછો કરવામાં મદદરૂપ થાય છે, આ કારણથી જ બગીચાની હવા તાજગી ભરેલી હોય છે. અને વાતાવરણ ખૂશનૂમા હોય છે. ઘણા શહેરોમાં પ્રદૂષણ ઓછુ કરવા રસ્તા પર પાણી છાંટવાની પરંપરા છે.