Get The App

અડીયલ આખલો .

Updated: Sep 5th, 2025

GS TEAM

Google News
Google News
અડીયલ આખલો                                                     . 1 - image


અર્જુનસિંહ કે. રાઉલજી

અડિયલ આખલો આખા જંગલમાં માથાભારે આખલા તરીકે જાણીતો હતો. તે એટલો બધો માથાભારે હતો કે બધાં જાનવરો તેનાથી ડરતાં હતાં.કોઈ તેનું નામ લેવા તૈયાર નહોતું.આખા જંગલમાં દાદાગીરી કરતો હતો.મોટાભાગે તો જંગલનાં બધાંજ જાનવરો તેની સામે જવાનું ટાળતાં હતાં, કારણ કે જે કોઈ જાનવર સામું પડે તેને આ અડિયલ આખલો પડકાર જ ફેંકતો કે ચાલ મારી સાથે રેસ લગાવ, જો તું જીતે તો હું તારો ગુલામ અને હું જીતું તો તું મારો ગુલામ , અને તે પણ આખી જિંદગી... તારે આખી જિંદગી મારી ગુલામી કરવી પડશે, હું કહું તે પ્રમાણે તારે કરવું જ પડશે. આ પ્રમાણેની શરતો મારી મારીને તેણે જંગલનાં અડધાં ઉપરાંત જાનવરોને ગુલામ બનાવી દીધાં હતાં. 

એ જંગલમાં હરી હરણ અને તેનું બચ્ચું પણ રહેતાં હતાં. એ લોકોને પણ અડિયલ આખલાની દાદાગીરીની વાત ખબર હતી.આથી એ લોકો તેનાથી દુર જ રહેતાં. પણ તે દિવસે અચાનક લીલું લીલું ઘાસ ખાવાની લાલચમાં હરી હરણ તેના બચ્ચાને લઈને દુર નીકળી ગયું અને પાછાં ફરતાં સામે જ અડિયલ આખલો ભટકાઈ ગયો.તેણે મોટેથી ત્રાડ નાખી અને હરી હરણને ઉભું રાખ્યું અને ચેલેન્જ આપી કે, 'તારે મારી સાથે દોડવાની રેસમાં ઉતરવું પડશે, અને જો તું જીતે તો હું તારો ગુલામ અને હું જીતું તો તું મારું ગુલામ , તારે આખી જીંદગી ગુલામી કરવી પડશે.' હરી હરણને ખબર હતી કે તે ખૂબ જ ફાસ્ટ દોડે છે, પણ અડિયલ આખલો તેને નહીં જીતવા દે. છતાં તેણે અડિયલ આખલાની દાદાગીરી પાસે નમતું મુકવું પડયું અને રેસમાં ઉતરવું પડયું. 

નિયત સમયે જંગલનાં બધાં જાનવરોની હાજરીમાં રેસની શરૂઆત થઇ. હનુ હાથીએ પોતાની સૂંઢથી ત્રાડ નાખી અને રેસની શરૂઆત કરી. તેણે સૂંઢ ઉંચી કરી જોરથી હવા ફૂંકી અને ત્રાડ નાખી એટલે રેસ શરૂ થઇ.હરી હરણ દોડવામાં તો પાવરધું હતું, તે ઝડપથી દોડયું અને સડસડાટ અડિયલ આખલાથી આગળ નીકળી ગયું , અડિયલ આખલો તેની પાછળ દોડયો અને હરી હરણ પાસે જઈ પોતાનાં મોટાં મોટાં શીંગડા મારી અને હરી હરણને ઊંચકીને દુર ફેંકી દીધો. પડતાંવેંત જ હરી હરણના પ્રાણ નીકળી ગયા. હરીનું બચ્ચું આ જોઇને જોરજોરથી રડવા લાગ્યું. જંગલનાં બધાં જ જાનવરો ત્યાં હાજર જ હતાં પણ અડિયલ આખલાની દાદાગીરી પાસે કોઈનું કશુયે ના ચાલ્યું. માત્ર હરીનું બચ્ચું એકલું રડતું જ રહ્યું.તેને સાંત્વના આપવા સિવાય કોઈ પાસે કોઈ રસ્તો જ નહોતો. 

પણ કુશા કીડી તેની મદદે આવી. કુશા કીડી હરી હરણની બહેનપણી હતી. કુશા કીડીએ કહ્યું કે હું અડિયલ આખલાને લલકારીશ. બીજાં જાનવરોએ કહ્યું કે અડિયલ આખલા સાથે હરીફાઈમાં ઉતરવાનું તારું ગજું નથી, ખોટી પોતાનો જીવ જોખમમાં ના મુકીશ, પણ કુશા કીડી ના માની. 

આ વખતે તો આખા જંગલનાં બધાંજ જાનવરો ભેગાં થયાં અને હરી હરણને આખલાએ મારી નાખ્યું એવું ના થાય એટલા માટે જંગલના રાજા સિંહને પણ હાજર રાખ્યો હતો. એક પાટો દોરી, એ પાટા ઉપર અડિયલ આખલો અને કુશા કીડી બંનેને ઉભા રાખ્યાં.દોડની શરૂઆત કરવા માટે પાછળ હનુ હાથી ઉભો જ હતો, શેરસિંહનો ઈશારો થતાં જ હનુ હાથીએ પોતાની સૂંઢ ઉંચી કરી, સૂંઢમાં જોરથી હવા ભરી અને એકીશ્વાસે હવા ફૂંકી જોરથી ત્રાડ નાખી એટલે દોડની શરૂઆત થઇ.અડિયલ આખલો પોતાની મસ્તીમાં દોડતો હતો. પણ પેલી બાજુ તો કુશા કીડી રેસ શરૂ કરતાં પહેલાં જ એક પાંદડાં ઉપર ઉભી હતી અને જેવી હાથીએ જોરથી હવા ફૂંકી તે સાથે જ પાંદડું ઉડયું, પાંદડાં સાથે કુશા કીડી પણ ઉડી અને જ્યાં દોડ પૂરી થવાની નિયત રેખા હતી તે રેખા ઉપર જઈને જ પાંદડું પડયું અને કુશા કીડી આખલા કરતાં પહેલી જ નિયત રેખા ઉપર પહોંચી ગઈ. આખલાએ આ જોયું એટલે તેને ગુસ્સો આવ્યો અને તે શીંગડા હલાવતાં હલાવતાં કુશા કીડીને મારવા દોડયો, પણ પાછળથી હાથીએ જોરથી ફૂંક મારી એટલે કુશા કીડી પાંદડાં સાથે જ ઉડીને દુર જઈને પડી અને અડિયલ આખલાના શીંગડા એક ઝાડના થડમાં ફસાઈ ગયાં, એટલે તે 'બચાવો બચાવો'ની બૂમ પાડતો રહ્યો. 

જોયું ને બાળ દોસ્તો, જેવાં કર્મ કરો તેવું જ ફળ મળે. ખોટી દાદાગીરી કોઈની ચાલતી જ નથી. ય


Tags :