Get The App

જન્મ લેતા બાળકોના 300 અસ્થિઓનું રહસ્ય

Updated: Jul 2nd, 2021

GS TEAM

Google News
Google News
જન્મ લેતા બાળકોના 300 અસ્થિઓનું રહસ્ય 1 - image


કુ દરત મહા વૈજ્ઞાાનિક છે. કુદરતના ઘણા રહસ્યો આજના વૈજ્ઞાાનિકોથી સમજની પરે છે અને એટલે જ જગતભરના મહાન વૈજ્ઞાાનિકો ઇશ્વરની હસ્તીને સ્વીકારે છે. આજે આપણે કુદરતના એવા એક રહસ્યની વાત કરીશું. શરીર વિજ્ઞાાન મુજબ  નવજાત શિશુના શરીરમાં ૩૦૦ અસ્થિઓ (હાડકાઓ) હોય છે. પણ જેમ જેમ બાળક  પુખ્ત થાય છે, તેમ તેમ તે હાડકાની સંખ્યા ઘટતી જાય છે. અને અંતે પુખ્તવયમાં ૨૦૬ રહી જાય છે. આમ શા માટે ? બાકીના અસ્થિઓ ક્યાં જાય છે ?

આ એક કુદરતની કમાલ છે. જ્યારે શિશુ માતાના ઉદરમાંથી પૃથ્વી પર અવતરે છે, ત્યારે તેને માતાના  ઉદરમાં રહેલી 'બર્થ કેનાલ' નામની સાંકડી પણ સ્થિતિ સ્થાપક નળીમાંથી પસાર થવું પડે છે.

સામાન્ય રીતે હાડકાં બરડ અને મજબૂત હોય છે, કારણકે તે શરીરનો ટેકો દેવા અને ટટ્ટાર રાખવા સખત બનેલા હોય છે, પરન્તુ શિશુના જન્મ વખતે આ હાડકાં બર્થ કેનાલની નળીઓની (દિવાલ)ને ઘસાતા અવરોધ પેદા કરી શકે અને તેને નુકશાન પણ પહોંચાડી શકે એટલે કુદરતે, જન્મ લેતા, નવજાત શિશુઓના હાડકાં મૃદુ અને લચીલા બનાવ્યા હોય છે. તેમજ મોટા હાડકાને બે ભાગમાં વહેંચી વચ્ચે કોમળ મજાસેતુથી જોડેલા હોય છે. આમ કરવાથી હાડકાં નળીમાંથી નળીને નુકશાન કર્યા વગર સહેલાઈથી સરકી શકે છે. અને માતા શિશુના તકલીફ વગર જન્મ આપી શકે છે. 

પરન્તુ કોઈ અન્ય કારણોસર બાળક બર્થ કેનાલની નળીમાં અવરોધાઈને ફસાઈ જાય છે ત્યારે માતાને અસહ્ય દુખાવો થાય છે એટલે નાછૂટકે પેટની સર્જની કરી એબ્ડોમીનીયલ ડિલીવરી' કરવી પડે છે. જેને આપણે 'સિઝેરિયન ડિલીવરી' કહીએ છીએ.

જન્મ પછી જેમ શિશુ મોટું થતું જાય છે. તેમ તેને હલનચલન માટે મજબૂત હાડકાંઓની જરુર હોય છે. તેથી નાના ૩૦૦ હાડકાંઓ જોડાઈને આખરે લગભગ ૨૦૬ હાડકાનું મજબૂત અસ્થિ કંકાલ બનાવે છે. જે શરીરના માળખાને ટટ્ટાર રાખવા સાથે હલનચલન ક્રિયા માટે પૂર્ણ રીતે સક્ષમ હોય છે.

Tags :