સૂ ર્યના કેન્દ્રમાં લગભગ ૧૫૦૦૦૦૦૦ સેલ્શીયસ ડિગ્રી તાપમાન હોય છે જેથી પ્રચંડ ગરમી અને પ્રકાશ ઉત્પન્ન થાય છે. સૂર્યમાંથી સતત ઊર્જા વછૂટે છે. સમય જતાં તે ખલાસ થઈ જશે. વિજ્ઞાાનીઓ માને છે કે સુપરનોવા પ્રલયકારી વિસ્ફોટ થઈને સૂર્ય નાશ પામશે. આ ઘટના લગભગ પાંચ અબજ વર્ષ પછી થશે. સૂર્યના કેન્દ્રમાં રહેલો હાઈડ્રોજન ખલાસ થશે ત્યારે હિલીયમનો વપરાશ શરૂ થશે તે ખલાસ થશે એટલે સૂર્ય ઠંડો પડી જશે અને લાલ રંગનો ગોળો બની જશે. તે કદમાં વિસ્તાર પામશે ત્યારે કેન્દ્રમાં રહેલા કાર્બનના કણો સખત ધાતુ બનશે તે ઉર્જાનું શોષણ કરશે અને ગોળાનું કદ નાનું થતું જશે. આ બધું ગણતરીની મિનિટોમાં જ થશે અને પ્રચંડ વિસ્ફોટ થશે. આ વિસ્ફોટને સુપરનોવા કહે છે. બ્રહ્માંડના તારાઓ સુપરનોવાના વિસ્ફોટમાં નાશ પામે છે. સૂર્ય પણ તારો છે એ પણ આવા જ વિસ્ફોટમાં નાશ પામશે.
સૂર્યનું જીવનચક્ર .


