સમુદ્રમાં રહેલી વ્હેલ પાણીમાં રહેનારી માછલી છે છતાં ય તેને પ્રાણી કહેવામાં આવે છે. કેમ કે તે ઇંડા મૂક્યા વગર બચ્ચાને જન્મ આપે છે. વ્હેલ અનેક જાતની હોય છે પરંતુ બ્લ્યુ વ્હેલ એ સૌથી મોટી વ્હેલ છે. મોટી એટલે ? ૧૦૦ ફૂટ લાંબી હોય છે અને હજારો કિલો વજનની હોય છે. જાણે મોટુ જહાજ જોઈ લો વ્હેલ અને અન્ય પ્રાણીઓની જેમ ફેફસા દ્વારા શ્વાસ લે છે. વ્હેલને નાક હોતુ નથી પણ તેના માથા ઉપર બે મોટાં છીદ્રો હોય છે. સમુદ્રના પાણીની સપાટી ઉપર વારંવાર માથુ બહાર કાઢીને તે શ્વાસ લે છે. વ્હેલનો ઉચ્છવાસ ગરમ હોય છે. તે ઉચ્છવાસ કાઢે ત્યારે ફૂવારો છૂટે છે. વ્હેલ દરિયાના પેટાળમાં શ્વાસ લીધા વિના અર્ધો કલાક રહી શકે છે. વ્હેલને તરવા માટે પડખામાં બે પાંખ હોય છે અને ત્રિકોણાકાર ચપટી પૂંછડીથી તે દિશાસૂચન મેળવે છે.
સૌથી મોટું દરિયાઈ પ્રાણી બ્લ્યુ વ્હેલ


