આધ્વીનો આનંદ .

- ડાબી બાજુ સામે આંબાનું ઝાડ છે. તેના પર નાની કેરીઓ બે-ત્રણના ઝૂમખામાં લાગેલી છે. તેને પાડીને, ફોડીને, તેના ગરમાં મીઠું-મરચું નાખીને ખાઈએ તો થોડી ખાટી લાગે, પણ લૂ ન લાગે.'
- 'નાનાજી, તમે મને આ ઝાડોની ઓળખ કરાવી. મમ્મી-પપ્પા મને રોજ આ જ રસ્તે સ્કૂટર પર સ્કૂલે લઈ જાય છે, પણ મને કોઈ ઝાડની કંઈ જ ખબર નહોતી.'
- તુષાર દેસાઈ
હિ તેશભાઈએ છ વર્ષની પૌત્રી આધ્વીને ઝાડની ઓળખ કરાવી, 'જો આધ્વી, આ છે વડનું ઝાડ. તેના પર લાલ લાલ ટેટા લાગેલા છે. તે ખવાય પણ ખરા. તેની બાજુમાં બદામડી છે. તેનું ફળ ફોડતાં બદામ નીકળે. તે ખટ-મીઠી લાગે અને ભૂખ પણ ભાંગે.'
ધઆ જમણી બાજુ પપૈયાનું ઝાડ છે. તેના પર પપૈયાં લાગે. શરૂઆતમાં કાચાં હોય ત્યારે તેનું શાક થાય, પાકે ત્યારે ફળ તરીકે વપરાય. આ સામે ઊંચી ઊંચી દેખાય છે તે નાળિયેરી છે. છેક ઉપર નાળિયેર લાગેલાં છે. ડાબી બાજુ સામે આંબાનું ઝાડ છે. તેના પર નાની કેરીઓ બે-ત્રણના ઝૂમખામાં લાગેલી છે. તેને પાડીને, ફોડીને, તેના ગરમાં મીઠું-મરચું નાખીને ખાઈએ તો થોડી ખાટી લાગે, પણ લૂ ન લાગે.'
આધ્વી આ બધું સાંભળી આનંદથી નાચી ઊઠી અને બોલી, 'નાનાજી, તમે મને આ ઝાડોની ઓળખ કરાવી. મમ્મી-પપ્પા મને રોજ આ જ રસ્તે સ્કૂટર પર સ્કૂલે લઈ જાય છે, પણ મને કોઈ ઝાડની કંઈ જ ખબર નહોતી.'
હિતેશભાઈ બોલ્યા, 'બેટા, તેમને નોકરીએ જવામાં મોડું થતું હોય, એટલે તને કંઈ વાત ન કરી શકે. પણ અમારે તો ક્યાંય જવાનું નથી, એટલે તને નિરાંતે સમજાવ્યું.'
હિતેશભાઈ અને અંજુબેન થોડા દિવસ માટે દીકરી ધારાને ત્યાં પુણે આવ્યા હતા. ત્યાં નજીકના ગાર્ડનમાં તેમણે બધાં ઝાડો આધ્વીને ઓળખાવ્યાં. આધ્વી ખુશ થઈ ગઈ અને બોલી, 'નાના-નાની, તમે કેટલાં સારા છો? તમે હવે અહીં જ મારા ઘરે રહેજો.'
પૌત્રીની વાત સાંભળીને નાના-નાની મલકાયાં.









