Get The App

માથાભારે બકરીબેન .

Updated: Mar 20th, 2026

GS TEAM

Google News
Google News
માથાભારે બકરીબેન                         . 1 - image

- મેહુલ સુતરિયા

- એક દિવસ બકરીબહેન જંગલના રસ્તે પોતાની મસ્તીમાં જઈ રહ્યાં હતાં. બપોરનો સમય હોવાથી રસ્તો બિલકુલ સૂમસામ હતો.અચાનક બકરીબહેન પર પાછળથી કોઈએ હુમલો કર્યો. એક દીપડાએ તેમને પકડી લીધા હતાં. બકરીબહેનના મોતિયા મરી ગયા.

એક હતાં બકરીબહેન. આખાય જંગલમાં તેમની તો ખૂબ દાદાગીરી. બકરીબહેનની છાપ આખાય જંગલમાં બહુ માથાભારે. જંગલનાં બધાં પશુ-પંખીઓ તેમના આવા સ્વભાવથી કંટાળી ગયાં હતાં.

બકરીબહેન એક દિવસ રસ્તા પર જઈ રહ્યાં હતાં ત્યાં સામેથી ગાયોનું ધણ લઈને એક ગોવાળ ભાઈ આવી રહ્યાં હતાં. ગાયોનું ધણ ખૂબ મોટું હતું તેથી ગાયો રસ્તા પર ચાલતી હતી. બકરીબહેન સામેની બાજુથી આવી રહ્યાં હતાં. તેઓ તો ગોવાળભાઈ પર ખૂબ ખીજાયાં. ગોવાળભાઈને કહે, 'ગોવાળભાઈ, આમ આખો રસ્તા પર તમારી ગાયો ચાલે તો કોઈને આવવાની જગ્યા તો રાખો.' ગોવાળભાઈ કહે, 'બકરીબહેન, તમે આરામથી નીકળી જાઓ તેટલી જગ્યા તો છે તો શું કામ નાહકની મગજમારી કરો છો ?' બકરીબહેન તો ગુસ્સે થઈ ગયાં અને ગોવાળભાઈ સાથે ઝઘડો કરવા લાગ્યાં. ગોવાળભાઈ તો માથાકૂટ કર્યા વગર ત્યાંથી નીકળી ગયા.

એક દિવસ બકરીબહેન જંગલના રસ્તે પોતાની મસ્તીમાં જઈ રહ્યાં હતાં. બપોરનો સમય હોવાથી રસ્તો બિલકુલ સૂમસામ હતો.અચાનક બકરીબહેન પર પાછળથી કોઈએ હુમલો કર્યો. એક દીપડાએ તેમને પકડી લીધા હતાં. બકરીબહેનના મોતિયા મરી ગયા. એમને તો મોત નજર સમક્ષ દેખાયું. બકરીબહેન તો બેં...બેં...બેં...કરીને બૂમો પાડવા લાગ્યાં.

બકરીબહેનની બૂમો સાંભળીને ગોવાળભાઈને ખ્યાલ આવી ગયો કે બકરીબહેન નક્કી કોઈ મુશ્કેલીમાં છે. ગોવાળભાઈને પહેલાં તો મદદ કરવાનું મન ન થયું પણ પછી તેમણે વિચાર્યું ક કોઈ તકલીફમાં હોય તો મમદ કરવી જોઈએ. તેમનું હૃદય દ્રવી ઉઠયું.

ગોવાળભાઈએ જોયું કે બકરીબહેનને દીપડાએ પકડી લીધાં છે કે તેમણે તરત જ  હાથમાં ડાંગ લીધી અને બધી ગાયોને બકરીબહેન જ્યાં હતાં તે તરફ દોડાવી. અચાનક આટલી મોટી સંખ્યામાં ગાયોને આવતી જોઈને દીપડાભાઈ તો ગભરાયા. દીપડાભાઈના મોંમાંથી જેવી પકડ ઢીલી થઈ કે બકરીબહેન તો ભાગ્યાં. દીપડાભાઈ ડરીને જંગલમાં નાસી ગયા. આમ, બકરીબહેનનો જીવ બચી ગયો.

બકરીબહેન સ્વસ્થ થતાં ગોવાળભાઈ પાસે આવ્યાં અને તેમનો આભાર માન્યો. બસ, ત્યારથી બકરીબહેને ખોટી દાદાગીરી છોડી દીધી અને જંગલમાં બધાં સાથે હળી-મળીને રહેવા લાગ્યાં.