Get The App

વેક્યુમ ક્લિનરનો રસપ્રદ ઇતિહાસ .

Updated: Jul 11th, 2025

GS TEAM

Google News
Google News
વેક્યુમ ક્લિનરનો રસપ્રદ ઇતિહાસ                               . 1 - image

વે ક્યૂમ ક્લિનર ખૂબ જ ઝડપથી હવા ખેંચી ઝીણીમાં ઝીણી રજકણો ખેંચી લઇને સફાઇ કરે છે. આજે સુવિધાવાળા જાતજાતના વેક્યૂમ ક્લિનર જોવા મળે પરંતુ તેની શોધ અને શરૂઆત ભારે રમૂજી લાગે.  ઇ.સ. ૧૮૫૯માં શોધાયેલું વેક્યૂમ ક્લિનર મોટી ધમણવાળું હતું. ધમણ એટલે હવા ખેંચવાની ચામડાની બનેલી કોથળી. પંપની જેમ ધમણ ચલાવી હવા ખેંચાય અને હવા ફેંકાય પણ ખરી. વેક્યૂમ ક્લિનરની ધમણ ચલાવવા બે માણસની જરૂર પડતી. એક જણ ધમણથી હવા ખેંચે અને બીજો નળી ફેરવીને સફાઇ કરે. બ્રિટનના હર્બર્ટબુથે પેટ્રોલ વડે ચાલતું વેક્યૂમ ક્લિનર બનાવેલું. મોટી ઘોડાગાડીમાં ગોઠવેલું આ ક્લિનર ઘરે ઘરે જઇ સફાઇ કરી આપવાના કામમાં આવતું. ઇ.સ. ૧૯૦૭માં જેમ્સ સ્પેન્ડલરે ઇલેક્ટ્રિક વડે ચાલતું વેક્યુમ ક્લિનર શોધેલું. તે ઘણું મોટું અને ઘોંઘાટ કરતું. નવાઇની વાત એ છે કે આ વેક્યૂ ક્લિનરો પણ લોકપ્રિય હતા અને તેનો બહોળો ઉપયોગ થતો.

ઇ.સ. ૧૯૫૯માં જેમ્સ ડાયસને સાયકલોન નામનું વેક્યૂમ ક્લિનર શોધેલું. તે વાવાઝોડાની ઝડપથી હવા ખેંચી સફાઇ કરે છે. આજે ઉપયોગી થતા વેક્યૂ ક્લિનર પણ ઝડપથી હવા ખેંચે છે. જાપાનમાં બનેલું રોબોટ વેક્યૂમ ક્લિનર નાનકડી ડિશ જેવું છે. તે ઘરમાં આપમેળે ચારે તરફ ફરીને અવાજ કર્યા વિના ખૂણે ખૂણાની સફાઇ કરી આપે છે.