દરિયાના પેટાળના રોમાંચક અવાજો .
દરિયા કિનારે ઘૂઘવતા સાગરનો અવાજ તમે સાંભળ્યો હશે પરંતુ દરિયાના પેટાળમાં તો વિવિધ રોમાંચક અવાજો સાંભળવા મળે છે તે જાણો છો ?
દરિયાનું પેટાળ એટલે જુદી જ દુનિયા ત્યાં આસપાસ હવા નહીં પણ પાણી હોય છે. દરિયામાં રહેતા જળચરો જાતજાતના અવાજો કરે છે. જળચરોને સ્વરપેટી હોતી નથી પણ હવા વિના જ ઓછી મહેનતે અવાજ કરે છે. આ બધા જળચરો ટહૂકા, વ્હિકલ, ગર્જના અને ઘૂરકીયા કરતા હોય છે. કેટલીક માછલીઓ આંખો ફફડાવીને અવાજ કરે. બ્લૂવ્હેલ ૧૦થી ૧૫ સેકન્ડની ચીસ પાડે છે. હમ્પબેક વ્હેલ તો ૧૫ મિનિટનું લયબદ્ધ ગીત ગાય છે. હમ્પબેક વ્હેલ તેના સૂરીલા ગીતો માટે જાણીતી છે. જુદા જુદા સાગર વિસ્તારની હમ્પબેક જુદા જુદા ગીતો ગાય છે. ઘણી માછલી દાંત કચકચાવીને અવાજ કરે છે. પાણીમાં અવાજ હવા કરતા વધુ ગતિથી ફેલાય છે એટલે ડૂબકીમારોને આ અવાજ સ્પષ્ટ સંભળાય છે.