શક્તિદાયક ગુંદરનું વૃક્ષ બાવળ
Updated: Nov 18th, 2022
શિ યાળામાં પૌષ્ટિક વસાણા ખાવાની આપણી પરંપરા છે. વસાણા એટલે અડદિયો, મેથી પાક, ગુંદર પાક, જેવી વાનગીઓ, ગુંદર પણ ખાઈ શકાય તે જાણીને નવાઈ લાગે પરંતુ ગુંદર પણ શક્તિદાયક ખાધ છે. આપણે ખાઈ શકીએ તેવી ગુંદર બાવળના વૃક્ષના થડમાંથી નિકળે છે. બાવળ ગામડામાં કે વનવગડામાં આપ મેળે ઉગી નિકળતું વૃક્ષ છે. તે પાંચ થી દસ મીટર ઊંચુ અને ભરચક કાંટા વાળુ હોય છે. તેને પીળા રંગના ફૂલ આવે છે. તેમાં શિંગ જેવા ફળ બેસે છે. બાવળનું લાકડુ મજબૂત હોય છે. બાવળના થડ ઉપર ચીકણો પ્રવાહીરૂપે ગુંદર નિકળતો હોય છે. ગુંદર માટે બાવળની ખેતી પણ કરવામાં આવે છે.
Gujarat
Magazines