- Harish Nayak
- એક વાર્તા... બે ભાષામાં!
- સંયમથી પૃથ્વી ટકે, અને ટકે સંયમથી જીવન.સંયમથી બ્રહ્માંડમાં જીવી જાય સઘળાં કવન!
લ ડાઈ પછીની જીત વહેંચવી અને જીરવવી સહેલી નથી. એમાંથી બીજી લડાઈ થઈ જાય છે. એ લડાઈ અગાઉ કરતાં વધુ વિનાશક હોય છે.
પૃથ્વીરાજ ચૌહાણે મહંમદ ઘોરી સામે જીત તો મેળવી પણ એ જીતમાંથી જ મિત્ર નારાજ થયા. મહોબાના રાજા પરિમલે પૃથ્વીરાજને ઘણી મદદ કરી હતી. એ મદદરૂપે જ પૃથ્વીરાજ ઘોરીને મારી હટાવી શક્યો હતો. જોકે ઘોરી કંઈ કાયમને માટે ગયો ન હતો, છતાં જે નાનો વિજય મળ્યો, એ મહોબાના રાજાને માટે જીરવવો મુશ્કેલ થઈ પડયો.
ઘોરી સામેના વિજયનો બધો યશ રાજા પરિમલ પોતાને માથે જ લેવા લાગ્યો અને પૃથ્વીરાજ પાસે મોટો ભાગ માગવા લાગ્યો.
પૃથ્વીરાજે એને સમજાવ્યો. દોસ્તીની જરૂર પર ભાર મૂક્યો. ઘોરીની હાર છેવટની હાર નથી, એ વિષે પણ વાત કરી.
છતાં રાજા પરિમલ ન માન્યો.
લડાઈ થઈને જ રહી.
જે ઘોરી સામેના ઘનઘોર યુદ્ધમાં નહોતું બન્યું તે મિત્ર સાથેના યુદ્ધમાં બન્યું. ઘરના ભેદી લોકો વધુ યુક્તિપૂર્વક ઘા કરે છે.
લડાઈમાં પૃથ્વીરાજ ઘવાયો. પૃથ્વીરાજના ઘણા માણસો મરાયા.
ચારે બાજુ ગીધડાં મંડરાવા લાગ્યા. પૃથ્વીરાજથી આ દ્રશ્ય સહન થયું નહીં.
પણ તે લાચાર હતો, એક વખતનો ભડવીર અત્યારે લોહીથી ખરડાયેલો હતો. બેહોશ થતો હતો.
ઊઠવા માટે પરવશ હતો. ગીધડા તેના તાજાતાજા લોહીનો સ્વાદ માણવાં તત્પર હતા.
કોઈ ઉપાય થઈ શકે તેમ ન હતો. એક ગીધ નજીક આવ્યું. તેણે ચાંચ લંબાવી. પૃથ્વીરાજને ખાતરી થઈ ગઈ કે એ તેની આંખો જરૂર ખેંચી કાઢશે.
એ ખ્યાલ સાથે જ તેની આંખો મીંચાઈ તે બેહોશ થઈ ગયો. પણ ગીધ, મહારાજા પૃથ્વીરાજની આંખ ન ખેંચી શક્યું. કેમકે તેની નજીક જ તાજા તાજા માંસનો એક મોટો ટુકડો આવી પડયો.
તરત બીજો...ત્રીજો...
ગીધે એ તરફ જોયું. હા, એક માનવી પોતાના દેહમાંથી તાજું માંસ કાપી કારીને એ ગીધ તરફ ફેંકતો હતો.
એ સંયમરાય હતો. મહારાજા પૃથ્વીરાજનો અંગત અંગરક્ષક, મદદનીશ અને સાથી. એ એટલો તો વિશ્વાસુ હતો કે પોતે મરતો હતો છતાં પૃથ્વીરાજની આ દશા તે જોઈ શક્યો નહીં.
પોતાના દેહ પર અનેક જખ્મો થયા હતા, એક પગ કપાઈ ગયો હતો. જીવતા રહેવાની હવે કોઈ આશા ન હતી. આ દશામાંય તે મહારાજાની અવદશા જોઈ શક્યો નહીં.
'હું મરું તો ભલે મરું. પણ મહારાજા જીવી જશે તો મારા જેવા સેંકડો સંયમને જિવાડશે.'
તેણે એક ઘડીનોય વિચાર કર્યા વગર પોતાના દેહમાંથી માંસ કાપી કાપીને ગીધ તરફ ફેંકવા માંડયું.
એમ કરતાં તે લાચાર બની ગયો. પછી તેનુંય ભાન રહ્યું નહીં. પણ તેના બાકી રહેલા દેહને ખાવા ગીધડા એ તરફ ધસી ગયા.
મહારાજા તરફથી ગીધનું ધ્યાન હઠી ગયું.
સંયમરાયની અંતિમ મિજાબાની માણે એટલામાં સૈનિકોએ મહારાજાને ઓળખી કાઢ્યા. તેમને ઉપાડી ઉપચાર માટે લઈ ગયા.
જ્યારે મહારાજાએ આજ ધરતી પર આંખ ઉઘાડી ત્યારે તેમને નવાઈ લાગી. તેમને સંયમરાયની ગજબની વીરતાની વાત જાણવા મળી.
મહારાજાએ સંયમરાયના કુટુંબીજનોને ઘણી મોટી જાગીર આપી અને પોતાના વીર સાથીને ધન્યવાદ આપતાં કહ્યું ઃ 'મારી પાસે દુનિયાભરનું રાજ્ય હોત તો તે આપી દઈને પણ હું સંયમરાયનું ઋણ ચૂકવી શકત નહીં. સંયમરાય જેવા રાજ્યના સાથીઓથી જ રાજ્ય ટકે છે, આગળ વધે છે, પ્રગતિ કરે છે.'
સંયમથી પૃથ્વી ટકે, એ વાત આજેય કેટલી સાચી છે !
The Earth is Sustained by Restraint
I t is not easy to share and digest a victory after a battle. Often, it leads to another battle. That second battle is usually more destructive than the first.
Prithviraj Chauhan won against Muhammad Ghori, but that very victory made his friends angry. King Parimal of Mahoba had helped Prithviraj a great deal. It was only with this help that Prithviraj was able to defeat and drive away Ghori. However, Ghori was not gone for good. Still, this small victory became difficult for the King of Mahoba to accept.
King Parimal started taking all the credit for the victory against Ghori. He began demanding a large share of the spoils from Prithviraj.
Prithviraj tried to make him understand. He stressed the importance of their friendship. He also explained that Ghori's defeat was not a final one.
But King Parimal refused to listen.
A battle ended up happening between them. What did not happen in the fierce war against Ghori, happened in the war against a friend. People from your own side can strike more cunningly.
Prithviraj was wounded in the battle. Many of his men were killed.
Vultures began to circle overhead. Prithviraj could not bear this sight.
But he was helpless. The once-brave warrior was now covered in blood. He was fainting. He was unable to get up. The vultures were ready to taste his fresh blood.
There was no way out. A vulture came close. It stretched out its beak. Prithviraj was sure it would peck out his eyes.
At that very thought, his eyes closed, and he lost consciousness.
But the vulture could not take Maharaja Prithviraj's eyes. This was because a large piece of fresh flesh suddenly fell near it.
Then a second piece fell... and a third...
The vulture looked in that direction. Yes, a man was cutting fresh flesh from his own body and throwing it towards the vultures.
That man was Samyamrai. He was Maharaja Prithviraj's personal bodyguard, assistant, and companion. He was so loyal that even though he himself was dying, he could not watch Prithviraj's terrible situation.
Samyamrai had many wounds on his own body. One of his legs had been cut off. He had no hope of surviving. Even in this condition, he could not bear to see the Maharaja's plight.
'It is okay if I die,' he thought. 'But if the Maharaja lives, he will give life to hundreds of loyal men like me.'
Without a second thought, he began to cut flesh from his own body and throw it to the vultures. While doing this, he became helpless. Soon, he also lost consciousness. The vultures rushed towards his body to eat what was left.
The vultures' attention moved away from the Maharaja. While the vultures were busy with Samyamrai's final offering, soldiers found and recognized the Maharaja. They carried him away for medical treatment.
When the Maharaja opened his eyes again on this earth, he was amazed. He was told the story of Samyamrai's incredible bravery.
The Maharaja gave a large estate to Samyamrai's family. Thanking his brave companion, he said, "Even if I had the kingdom of the whole world, I could not repay my debt to Samyamrai. A kingdom survives, moves forward, and progresses only because of companions like Samyamrai."
The Earth is sustained by restraint (Samyam). How true this saying is, even today!


