Get The App

બૂટ પહેરેલો કાગડો : The Crow Wearing Boots

Updated: Mar 20th, 2026

GS TEAM

Google News
Google News
બૂટ પહેરેલો કાગડો : The Crow Wearing Boots 1 - image

Two ઈન One

નાનકડા ગામના કિનારે એક જૂનો પીપળો હતો. એ પીપળા પર રહેતો કાગડો બધાથી જુદો હતો. તેનું નામ હતું કાળિયો. કાળિયો સામાન્ય કાગડાની જેમ કાં-કાં કરીને ખોરાક શોધતો નહીં તેને નવી વસ્તુઓ જોવાનો, શીખવાનો અને અજમાવવાનો શોખ હતો. ગામના લોકો તેને જોઈને કહેતા, 'આ કાગડો તો બહુ વિચિત્ર છે!'

એક દિવસ કાળિયો ગામના બજારમાં ફરતો હતો. ત્યાં તેને એક મોચીની દુકાન પાસે ચમકદાર નાના બૂટ દેખાયા. એ બૂટ કોઈ બાળકના હતા, પણ એક બૂટ ફાટેલો હોવાથી મોચીએ બહાર મૂકી દીધો હતો. કાળિયાની આંખો ચમકી ઉઠી. તેણે મનમાં વિચાર્યું, 'જો હું બૂટ પહેરી લઉં તો વરસાદમાં પગ ભીંજાશે નહીં ને કાંટા પણ નહીં વાગે !'

કાળિયોએ ચાંચમાં બૂટ પકડયો અને પીપળા પાસે લઈ આવ્યો. ઘણી મહેનત પછી તેણે બૂટ પગમાં પહેર્યા. હવે તે ચાલતો ત્યારે  'ઠક-ઠક' અવાજ આતવો. બીજા કાગડા, કબૂતર અને ખિસકોલી હસવા લાગ્યા.

'અરે કાળિયા, કાગડો બૂટ પહેરે?'

'ઉડ, ચાલવાનું શું કામ?'

કાળિયો હસ્યો અને બોલ્યો, 'દરેકને પોતપોતાની રીત હોય છે. મને આ ગમે છે.'

થોડા દિવસ પછી વરસાદ શરૂ થયો. બધાં પક્ષીઓ ઝાડની ડાળીઓ પર ભીંજાતા બેઠા હતા. કાળિયો બૂટ પહેરીને જમીન પર આરામથી ચાલતો હતો. તેને કીડા-મકોડા સહેલાઈથી મળ્યા. ત્યારે બધાંએ જોયું કે કાળિયાના પગ સાફ અને સુકા હતા.

પરંતુ મુશ્કેલી ત્યાંથી શરૂ થઈ, જ્યારે કાળિયો વધારે ગર્વ કરવા લાગ્યો. તે કહેવા લાગ્યો, 'હું તો બૂટ પહેરેલો છું, એટલે સૌથી હોશિયાર!' એક દિવસ તેણે વિચાર્યું કે હવે તો હું બૂટ સાથે ઊડી પણ શકું તેણે ઝાડ પરથી ઉડાન ભરી, પણ બૂટ ભારે હતા. કાળિયો સીધો નજીકના તળાવમાં પડી ગયો.

'બચાવો!' કાળિયાએ બૂમ પાડી.

એ જ સમયે એક નાની ખિસકોલી અને બે કબૂતર આવ્યા. તેમણે કાળિયાને બહાર કાઢ્યો. બૂટ પાણીથી ભરાઈ ગયા હતા. કાળિયો થાકેલો અને શરમિંદોહતો. તેણે કહ્યું, 'મિત્રો, મારી ભૂલ થઈ. બૂટ સારા છે, પણ દરેક કામ માટે નહીં.'

ખિસકોલીએ સમજદારીથી કહ્યું, 'નવાં વિચાર સારા, પણ પોતાની સીમા સમજવી જરૂરી'.

કાળિયાએ બૂટ ઉતારી પીપળાની નીચે મૂકી દીધા. તેણે નક્કી કર્યું કે બૂટ જરૂર પડે ત્યારે જ પહેરશે - વરસાદમાં ચાલવા માટે, પણ ઉડાન માટે નહીં.

થોડા દિવસ પછી ગામમાં એક સમસ્યા ઊભી થઈ. નદીનું પાણી વધી ગયું હતું. એક નાનકડો પુલ તુટી ગયો અને બાળકો સ્કૂલ જઈ શકતા નહોતા. કાળિયાને વિચાર આવ્યો. તેણે બૂટ પહેર્યા., જેથી કાંટા અને કાદવથી બચી શકે. તે ઉડીને એક કિનારેથી બીજા કિનારે ગયો અને મજબૂત દોરી શોધી લાવ્યો. પછી એક છેડો પીપળા સાથે બાંધી દીધો અને બીજો છેડો ઝાડ સાથે. ગામના લોકોએ દોરી પકડીને તાત્કાલિક રસ્તો બનાવી દીધો.

બાળકો ખુશીથી ચીસો પાડવા લાગ્યા, 'વાહ! બૂટ પહેરેલો કાગડો!'

આ વખતે કાળિયો ગર્વીલો નહોતો. તેણે મનમાં કહ્યું, 'મારી ખાસિયત બૂટમાં નહીં, સમજદારીમાં છે.'

ત્યારથી કાળિયો ગામમાં ઓળખાયો - ન હસવા માટે, ન અજાયબી માટે, પણ સમયસર મદદ કરનાર સમજદાર કાગડા તરીકે. અને પીપળા નીચે પડેલા બૂટ કાળિયાને હંમેશાં યાદ અપાવતા રહ્યા કે નવી વસ્તુ અપનાવવી સારી, પણ પોતે કોણ છીએ તે ભૂલવું નહીં.


The Crow Wearing Boots

A small village's edge had an old Peepal tree. The crow living on that Peepal tree was different from everyone else. His name was Kaliyo. Kaliyo did not search for food by cawing like ordinary crows; he had a hobby of seeing, learning, and trying new things. The village people, seeing him, would say, "This crow is very strange!"

One day, Kaliyo was wandering in the village market. There, near a cobbler’s shop, he saw shiny small boots. Those boots belonged to a child, but because one boot was torn, the cobbler had placed it outside. Kaliyo’s eyes sparkled. He thought in his mind, "If I wear the boots, my feet won't get wet in the rain and thorns won't prick me!"

Kaliyo caught the boot in his beak and brought it to the Peepal tree. After much effort, he wore the boots on his feet. Now, when he walked, a "thak-thak" sound came. Other crows, pigeons, and squirrels began to laugh.

"Hey Kaliyo, does a crow wear boots?"

"Fly! What is the need for walking?"

Kaliyo laughed and said, "Everyone has their own way. I like this."

After a few days, the rain started. All the birds were sitting on the tree branches getting soaked. Kaliyo was walking comfortably on the ground wearing his boots. He found insects and bugs easily. Then everyone saw that Kaliyo’s feet were clean and dry.

But the trouble started there, when Kaliyo began to take too much pride. He started saying, "I am wearing boots, so I am the smartest!" One day he thought that now he could even fly with the boots. He took flight from the tree, but the boots were heavy. Kaliyo fell straight into a nearby pond.

"Save me!" Kaliyo shouted.

At that same time, a small squirrel and two pigeons came. They pulled Kaliyo out. The boots were filled with water. Kaliyo was tired and ashamed. He said, "Friends, I made a mistake. Boots are good, but not for every task."

The squirrel said wisely, "New thoughts are good, but it is necessary to understand one's limits."

Kaliyo took off the boots and placed them under the Peepal tree. He decided that he would wear the boots only when necessary—to walk in the rain, but not for flight.

A few days later, a problem arose in the village. The river water had risen. A small bridge broke and the children could not go to school. An idea came to Kaliyo. He wore the boots so he could be protected from thorns and mud. He flew from one bank to the other and brought back a strong rope. Then he tied one end to the Peepal tree and the other end to another tree. The village people caught the rope and immediately made a path.

The children began to shout with joy, "Wow! The crow wearing boots!"

This time Kaliyo was not proud. He said in his mind, "My specialty is not in the boots, but in my wisdom." From then on, Kaliyo was known in the village—not for laughter, not for wonder, but as the wise crow who helped in time. And the boots lying under the Peepal tree always reminded Kaliyo that adopting new things is good, but one should not forget who they are. n