ભગરી ભેંસની હોંશિયારી .
- 'ના, ના સર...! એવું નથી. મને ખાલી એક્ટિંગ કરવામાં જ રસ છે. મારે ફિલ્મો અને ટીવીની દુનિયામાં જ જવું છે. એક દિવસ હું સ્ટાર થઇશ.'
દિગ્ગજ શાહ
જિરાફ ટીચર ક્લાસમાં રસપૂર્વક ભણાવી રહ્યા હતા. બધા વિદ્યાર્થીઓ પણ ધ્યાનથી ભણી રહ્યા હતા.
જિરાફ ટીચર બધાનાં ફેવરીટ સર હતા...! એ બોલે એટલે બધાં સાંભળીને ખૂબ જ રાજી રાજી થાય... ભણાવતાં ભણાવતાં એ વચ્ચે-વચ્ચે ગમ્મત કરે, જોક્સ કહે, પેટ પકડીને હસાવે એટલા એ રમૂજી સર હતાં.
વિદ્યાર્થીઓ જિરાફ સરને ખબર ના પડે તો ગમે ત્યારે પ્રશ્ન કરી શકે. પૂછી શકે. પોતાની મૂંઝવણ કહી શકે!
જિરાફ ટીચર એટલે જિરાફ ટીચર!
જિરાફ ટીચરે ક્લાસમાં બધાની વચ્ચે ભગરી ભેંસને પૂછ્યું ; 'તને ભણવામાં જરાય રસ નથી...! તું શું કરીશ?'
ભગરી ભેંસ કહે ; 'ના, ના સર...! એવું નથી. મને ખાલી એક્ટિંગ કરવામાં જ રસ છે. મારે ફિલ્મો અને ટીવીની દુનિયામાં જ જવું છે. એક દિવસ હું સ્ટાર થઇશ.'
આ સાંભળીને આખો ક્લાસ હસવા લાગ્યો. જિરાફ ટીચર કહે ; બરાબર છે. તમને અક્ટિંગમાં રસ છે તો પણ થોડું ભણવામાં પણ તો ધ્યાન આપવું જ પડેને! એવરેજ માર્કસ તો લાવવા પડશે ને!'
ભગરી ભેંસ કહે ; 'સર...! મને એક વાત નથી સમજાતી. જો એક ટીચર બધા વિષય ના ભણાવી શકે તો એક વિદ્યાર્થી બધા વિષય કઇ રીતે યાદ રાખે?'
જિરાફ ટીચર કહે ; 'ભગરી ભેંસ! એક સમયે હું પણ વિદ્યાર્થી હતો. બધા વિષય ભણતો હતો. યાદ રાખતો હતો. અને આજે ટીચર છું તો એક જ વિષય અંગ્રેજી ભણાવું છું! તમે ખોટા બહાના ના બનાવો! અને આ જે તમે દલીલ કરી એ મેં પણ વોટ્સએપ પર વાંચી છે!'
ભંગરી ભેંસ કહે ; 'સર ! મને તો ઘણી વખત એવું લાગે છે કે ક્લાસમાં જે ભણાવો છો એના કરતા તો વોટ્સએપ, ફેસબુક
અને ઇન્સ્ટાગ્રામ પર લટાર મારતાં વધારે જ્ઞાન મળે છે!'
આખો ક્લાસ હસી પડયો!