Get The App

ચામાચીડિયાએ બતાવી આપ્યું

- બે પાંખ જ્યાં ખંખેરી ત્યાં, ઝરી પડયાં લાખ્ખો કોરોના કહો વાઇરસ, કહો વિષાણુ, દુનિયા ભરકો આયા રોના

- પેલા શહીદ ચામાચીડિયાને નિશાચરોએ એવી શ્રદ્ધાંજલિ આપી કે માનવજાત હાયહાય કરી ઊઠી

Updated: Jun 27th, 2020

GS TEAM

Google News
Google News

- ઘુવડ ચીબડી સહિત ચામાચીડિયાઓએ એવો સંદેશો પાઠવ્યો કે: 'અમે માણસો નથી કે શહીદની યાદમાં ચૂપ રહીશું. હવે ક્યાં મોઢું છૂપાવશો કહો ?'

ચામાચીડિયાએ બતાવી આપ્યું 1 - image

બ ધાં ઊંધે માથે લટકતાં હતાં. એક નહિ એકસો હતાં. એક હજાર હતાં.

અરે ગણ્યાં ગણાય નહિ તેટલાં હતાં.

પણ ગણવા કોણ જાય ?

કોની હિંમત છે કે એ ધમ્છ્-ઉર્ંઇન્ઘધ માં દાખલ થાય ?

ચામાચીડિયાને મતે બહાર આવવું હોય તો આવે. બાકી બીજા કોઈની મજાલ નથી કે તે ઊંડી અંધારી ગુફામાં દાખલ થઈ શકે. એમ તો એ જીવતી ગુફા ! પણ તેમાં પ્રવેશનાર કોઈ જીવતું બહાર આવી શકે નહિ.

તો પણ ન થવાનું થયું.

એકાદ ચામાચીડિયું ભૂલું પડી ગયું: પહોંચી ગયું ચીન. એ દેશના વુહાન નગરમાં. રાતના એ રહીને. ખબર નહિ કે આ દેશ, પ્રદેશ, રાજ્ય, લોકો, બધાં ડ્રેગનો છે. તેઓ સાપ વીંછી ઉંદર, છછૂંદર, કાચબો, કરચકા, મગર જેવાં કોઇને ય છોડતાં નથી.

ચીનાઓ એવું માને છે કે તમામ જીવતાં જીવોને ખાઈ શકાય. ભલેને ઝેરી હોય, એ બધાં જ તેમનાં વેરી. ઊકળતાં ફળફળતાં ફગફગતાં તેલમાં ઝબકોળ્યા કે બધાં જ ઝેર છે ! તેને શેકીને સિઝાવીને, તેમાં મરીમસાલા નાખીને, ઝાપટો એટલે મઝાજ મઝા ! એટલું અનાજ બચે, એટલી ખેતી ઓછી કરવી પડે, એટલા શાકભાજી ઓછા ઊગાડવા પડે. ભલા કુદરતે આપણાં માટે આટલાં બધાં હજ્જારો જીવજંતુઓ બનાવ્યા છે, તો પછી આપણે મહેનત શું કામ કરવાની ? પકડો કોઈ ભી જીવને, ખાઈ જાવ. અને એ બધાં જીવો એટલાં બધાં છે, એટલા બધાં છે, કે કદી ખૂટશે જ નહિ, ખૂટશે જ નહિ.

પણ પેલા શહીદ ચામાચીડિયાને મારવું, મારીને ખાઈ જવું, કંઈ સહેલું પડયું નહિ. એક ચામ્રદૂત ભલે શહીદ થયું. બીજા ચામ્ર પ્રજાજનોએ તે જોયું જ.

એ કંઈ ચૂપચાપ બેસી રહેનારા જીવ ન હતા ! ઊંધા લટકીને પણ ચીચીયારી કર્યા જ કરવી, એ તેનું લક્ષણ હતું, એ તેનો પ્રભાવ હતો. એ તેનું આંદોલન હતું. એ તેનો બળવો હતો. એ તેનો અવાજ હતો.

    

ન માય !

ન સમાય !

ન દેખાય !!

ન સંભળાય !!!

નિશાચરોની એવી હકડેઠઠ મેદની ઝામી હતી. કોઈ ઊંધું, કોઈ ચત્તું, કોઈ આડું, કોઈ ઊભું. જેને જેમ ફાવ્યું તેમ જગા કરીને ઊભું રહી ગયું. આજે તેમનો આઝાદી જંગ હતો. જીવન સંગ્રામ હતો. મુક્તિજંગ હતો.

જેમ અમુક દેશના લોકો તાળી વગાડે, અને થાળી વગાડે, તેમ આ નિશાચરોએ પાંખો વગાડી. એ અવાજ મેઘગર્જનાના ઢોલ જેવો હતો. ઝાંઝ, પખવાજ, પતરાંનાં ડબ્બાથીય અનેક ગણો મોટો હતો. કર્કશ હતો. કકળાટિયો હતો.

અહીં કોઈ ઇલેકશન કે સિલેકશન ન હતું. એક નંબરની લોકશાહી હતી. જેને બોલવું હોય તે બોલી શકે, જેને કંઈ કહેવું હોય તે કહી શકે. બધાંના કામની વાત હોવી જોઈએ. વિરોધ પક્ષ કોઈ હતો જ નહિ. એકતા જ એકતા હતી.

એક વડીલ ચામાચીડિયાએ ઊભા થઈને પૂછ્યું: ''બોલું ?''

બધાં એ કલશોર કર્યો: ''બોલો ! બોલો !! બોલો !!!''

વડીલ ચાચી કહે: ''તમને સમાચાર મળ્યા જ હશે કે ચીનના વુહાન પરગણામાં એક ચીની નાગરિકે આપણાં એક સાથીની હત્યા કરી છે. તેના પાંખ, કાન, પગ કાપી નાખ્યા છે. આમ તો તમે ચામ્રજીવેય જાણો છો કે આપણા દેહમાં ખાવા જેવું કંઈ હોતું જ નથી. ઉપરના આવરણો હઠાવી દો તો માંડ સો ગ્રામ ખાદ્ય સામગ્રી મળે. બાકી તો ચામડાં જ ચામડાં તેઓ બધાં અખાદ્ય. ન ચવાય ન ખવાય, ન પચાવાય ! તો પણ એ ચીની બાઈ આપણને જ ખાઈ ગઈ. એને એમ કે ભાવે તો ખાઈશું, નહિં તો ફેંકી દઈશું. ક્યાં આપણે મહેનત કરીને મેળવેલું છે ?''

શ્રોતા સમૂહ પોકારી ઊઠયો: ''માનવજાત મુર્દાબાદ. કરી દો તેને સહુ બરબાદ.''

વડીલ કહે: 'સમસ્ત માનવજાતની વાત તો પછી આવશે જ પણ આ વ્યથાકથા કે કથાવ્યથા ચીનથી શરૂ થઈ છે. વુહાનથી, એટલે આપણે પહેલાં ચીનને પાઠ શીખવવો પડશે. દોસ્તો, સાથીઓ, રાત્રિના રખેવાળો ! ચીન એમ જ માને છે કે દુનિયામાં એનું જ રાજ ચાલે છે.'

એ ગમે ત્યારે ગમે તે દેશનો પ્રદેશ લઈ લે. આમથી ઝૂંટવે અને તેમથી લૂંટે. લડાઈ જ તેની વડાઈ. એ દેશની વસ્તી જ એટલી છે કે ભલે સૈનિકો-સ્વરૂપમાં લાખ્ખો ચીનાઓ મરે. જેવું માણસો સાથે કરે તેવું જ ચીન પશુપંખીઓ સાથે કરે છે. તે કોઈ કુદરતમાં ઇશ્વરમાં કે પર્યાવરણમાં માનતું જ નથી. હિંસા જ તેનો ધર્મ છે. જાુઠ્ઠાણું તેમની જાત્રા છે. આતંક તેનો આદર્શ છે. દગાબાજી તેની દયા છે. આપણે માનીએ છીએ નિશાચર બંધુઓ, કે આપણે હિંસક છીએ, પણ ચીન જેવો હિંસક પ્રદેશ, દુનિયાભરમાં બીજો કોઈ છે નહિ, છે જ નહિ.

શ્રોતાસમૂહે હાહાકાર કર્યો: ''હાય હિંસા હાય હાય ! તેને કહી દો બાય બાય ! જીવસૃષ્ટિથી જાય-જાય !!''

વડીલ ચા.ચી. નેતા કહે: ''એમ તો હિંસામાં આપણે ય માનીએ છીએ. પણ આપણાં માટે તથા જંગલનાં જીવો માટે કુદરતે એ જ જીવન નક્કી કર્યું છે. આપણી હિંસા હેતુલક્ષી છે.''

થોડીક ચણભણ થઈ: ''હિંસા કદી હેતુલક્ષી હોતી હશે ? મારવામાં હેતુ ? ખાવાનો સેતુ ??''

નેતાશ્રી કહે: ''પણ આપણે આપણી મર્યાદા જાળવીએ છીએ. રાત એટલે રાત. કદી દિવસના ઊંડતા નથી. ઊડીને કોઈને હેરાન પરેશાન કરતાં નથી. જે સીમા આપણે નક્કી કરી છે, તેમાં જ આપણે જીવીએ છીએ. સીમા અને સરહદ ઓળંગવાનું કદી આપણને ફાવતું નથી, ભાવતું નથી. પણ આ ચીની ચાંઉંચાંઉઓ...''

સમૂહ: ''આપણે તેને સીધા કરીશું. જોય ભેગા કરીશું. મોતની લાગમાં લઈશું.''

અગ્રદૂત કહે: ''એ જ વાત પર આવું છું, મિત્રો ! આજે સભા એટલા જ માટે બોલાવી છે. આપણે એ ચીના સ્વાદશોખીનોને બતાવી જ આપવાનું છે કે તમે એક ચામાચીડિયું માર્યું છે, અમે તમારા સો માણસો મારીશું.''

સમૂહ સ્વર: ''સો નહિ હજાર, લાખ, દશ લાખ, કરોડ...''

''ભલે ભલે,'' ચામ્ર-શુભેચ્છક કહે: ''તેમજ કરીશું, તેમજ કરીશું.''

ઘૂવડોની ઘોસમાંથી કોઈક બોલી ઊઠયું: ''અમારો તમને સાથ છે.''

ચીબડીઓ ચીબડીક ચીબડીક સ્વરમાં

બોલી ઊઠી: ''હમ સાથસાથ હૈ''

શીઘ્ર ગીતકારોએ ગીત ગજાવ્યું:

ઝંડા ઊંચા રહે હમારા

તુમ્હારા મૌત હૈ, હમારા નારા

એક શહીદ કા સબ હૈ સહારા

હમ સબ બનેંગે કિલર મારા

વહાલમથી કહે: ''ઉપાય એકદમ સરળ છે. એ ચીના ચ્યાંઉ મ્યાંઉને ખબર નથી કે અમે કોઈ ભોળાભલા પંખીઓ નથી. અમેય ઊંદર, છછૂંદર, વીંછી, ઝેરી કરચલા, કરચકા, કંસારી, લેડીબગ, જાુ, માંકડ, ચાંચડ જેવા કંઈક ખોરાક ખાઈએ છીએ. તે બધાં અમારા દેહને વળગેલાં રહે છે. અમારી પાંખમાં, અમારા પીંછામાં, અમારા દેહમાં એવા કેટલાય વિષાણુઓ અને વાઇરસો સદાય સામેલ જ હોય છે. સૂક્ષ્મ રૂપે અમારા પર તેઓ પોતાનું પોષણ મેળવે છે. જો એક વખત અમે તેમને ઝાપટીશું...''

''તમને બધાંને ઝપાટીશું, પાડીશું, ઊંધી

ગુલાંટ ખવડાવીશું, ખોં-ખોં

ખાંસીએ ખખડાવીશું, શરદીની

ગરદીમાં દાટીશું, ઉનાઉના તાપમાં તતડાવીશું.''

નેતાશ્રી: ''બરાબર છે, સાથીઓ ! તેમ જ કરીશું. આપણે ખાલી આપણી પાંખ ખંખેરવાની છે. પાંખ અને માથું. સાથમાં વાળમાં ગુચ્છાનું ભાથું, તો શરૂ કરો મિત્રો ! વુહાનથી જ આપણો પરચો બતાવો. કોરાણે મૂકાયેલા એ વાઇરસને આપણે કોરોના નામ આપશું. આપણાં દેહમાં તેવા એટલા કિટાણું ફિટાણું છે કે તેની ગણત્રી જ થઈ શકશે નહિ. આપણે ધારીએ તો માત્ર ચીન જ નહિ, ઈટલી, અમેરિકા, બ્રિટન, જર્મની, ફ્રાંસ....''

''અને ઇન્ડીયા ?''

''તે તો પાડોસમાં જ છે. સાવધ છે,

પણ પાડોસના પાપ તો લાગે જ ને !''

''પાપ કે શાપ ?''

''જેને જે કહેવું હોય તે કહે:

એમાં ખાશે કોઈ નહિ થાપ

લપ લપ થશે બધે જ પ્રલાપ

માનવ વસ્તીમાં મૂકાશે કાપ

બ્રહ્માંડ કરી જશે બાપ રે બાપ.''

    

શહીદનું વેર કેમ લેવું તે નિશાચરોને શીખવવું પડે તેમ નથી. તેઓ ગણતરી કરવા નહિ બેસે. છાપામાં છબીઓ નહિ છાપે.

તેમના શસ્ત્રો તેમની પાસે જ છે. તેમના દેહમાં જ છે. તેમના કીટકોની સંખ્યા એટલી અસહ્ય અને અનહદ છે કે કીટ બનાવવાની જરૂર જ નહિ. તેઓ જાતે જ લોકડાઉનના પ્રજાજનો છે. તેમને લોકડાઉન કે શટડાઉનની જાહેરાત નહિ કરવી પડે. તેમને કોઈ છાપાંની જરૂર નહિ પડે કે ટીવીની.

અધીરા બનેલાં એ ચામાચીડિયા શહીદભક્તો ઊડયા. એક સાથે ઊડયાં. લાખ્ખોની સંખ્યામાં ઊડયાં. પહેલું ચીન ખરૂં, પણ પછી કોઈ જ દેશ બાકી નહિ. આગળ પડતો કે પાછળ પડતો. કોઈ આકાશ બાકી નહિ. રાતના અંધકારમાં કોરોનાના સૂક્ષ્મ અતિસૂક્ષ્મ, અણુ જેવા અણુના ય પરમાણું જેવા, પરમાણુના ય પરમ-માણુ જેવા એવા અદ્રશ્ય વાઇરસો ફેંકશે, ફેલાવશે, ફેલાવવાનું ચાલુ જ રાખશે કે આખી ધરતી ત્રાહી ત્રાહી પોકારી જશે.

માણસ માણસને મારે તે ઠીક હશે, પણ માણસ થઈને ચામાચીડિયાને ઘુવડને, ચીબડીને મારે ? એટલે સમજે છે શું ?

બસ, ચામાચીડિયાએ બતાવી આપ્યું.

માણસ પોતાની જાતને સર્વોપરી સમજે છે, તો જોઈ લે હવે કે મોટું કોણ ? ચઢિયાતું કોણ ? દેવ કોણ ? પરમેશ્વર કોણ ? કાળ કોણ ? કાળદૂત કોણ ? યમ કોણ ? યમદૂત કોણ ?

ભલે વૈજ્ઞાાનિકોને, ચિકિત્સકોને, સંતમહંમતોને, અગોચરિયાઓને કામે લગાડો ! પણ અમે તમને નહિ છોડીએ, નહિ જ છોડીએ.

આખા આકાશમાં, અવનિમાં અને ભવાટવીએ ફેલાઈને, ચામાચીડિયા, ઘુવડ, ચીબડી તથા બીજા તમામ નિશાચરોએ બતાવી આપ્યું: ગીત લલકાર્યું. રાતના તમરાંઓ જે ગીત ગાય છે તે આ જ ગીત છે:

પર્યાવરણના ઓ પાપીઓ

સંત માનતા ઓ સંતાપીઓ

ઊંચા સૂરના ઓઆલાપીઓ

અગડં બગડં ઓ ઉલાપીઓ

જોઈ લો અમારો પ્રતાપ હવે

માણો અમારો ઉત્પાત હવે,

ક્યાં શોધશો જીવન હવે ?

ક્યાં ક્યાં ઢાંકશો મરણ હવે ?

કહો કોણ છે દેવ તમારા ?

ક્યાં છે કહો, મહાદેવ તમારા ?

અલ્લાહ તમારા ને ઈશુ તમારા ?

ક્યાં છૂપાયા ચમત્કારો તમારા ?

ક્યાં જઈ હવે ઘંટ વગાડશો ?

ક્યા દીવડા લઈ, આરતી ઊતારશો !

ઢોલ નગારે કોને જગાડશો ?

ક્યા જ્યોતીષને ગ્રહ બતાડશો ?

હમ હૈ કોરોના કોરોના

કબજે કિયા હૈ હમને, હર કોઈ કોના

સૂનો બાત યે ચમગાદડકી

તુમ હો કિતના છૌના બૌના

    

તમે શું બતાવી આપતાં હતાં ઓ પ્રગતીશલની જાહેરાતો કરનારા, ચામાચીડિયા જે બતાવી આપે છે, તે જ જોઈ લો !

Tags :