Get The App

આપણા શરીરનો આધારઃ અસ્થિપીંજર

Updated: Nov 7th, 2020

GS TEAM


Google News
Google News
આપણા શરીરનો આધારઃ અસ્થિપીંજર 1 - image


મા નવ શરીરના દરેક અંગ અને અવયવની રચનામાં સલામતી, શક્તિનો ઉપયોગ તેમજ જરૂરિયાતની અદ્ભુત ગણતરી જોવા મળે છે. શરીરને આધાર અને આકાર જાળવી રાખવા માટે શરીરમાં સખત હાડકાં હોય છે. બંને હાથમાં ૫૪, પગમાં ૫૩, ખોપરી ૨૮, ચહેરામાં ૧૪, પાંસળીઓ ૨૪ અને કરોડમાં ૩૩ સહિત પુખ્ત માણસના શરીરમાં ૨૦૬ હાડકાં હોય છે.

હાડકા લગભગ ૪૦ ટકા કેલ્શિયમ, ૪૧ ટકા ઓક્સિજન અને ૧૮ ટકા ફોસ્ફરસના બનેલા પોલા હોય છે. તેના પોલાણમાં બોનમેરો હોય છે. જ્યાં લોહીના કણો બને છે.

હાડપિંજર માત્ર આધાર નથી પરંતુ માણસને હાલવા ચાલવા તેમજ વજન ઉંચકવા જેવી તમામ ક્રિયાઓમાં ઉપયોગી છે. શરીરના હાડકાં ૨૩૦ સાંધા વડે એકબીજા સાથે જોડાયેલા હોય છે. આ સાંધાઓ પણ જરૂરિયાત પ્રમાણે આકારના હોય છે. હાથની કોણી અને પગના ઘૂંટણના સાંધા એક તરફ વળી શકે તેવા મિજાગરા જેવા હોય છે. ખભાના હાડકા દસ્તો અને ખાંડણી જેવા હોય છે જે ચારે તરફ ઘૂમાવી શકાય. કરોડના હાડકાં માળામાં મણકા પરોવ્યા હોય તે રીતે જ્ઞાાનતંતુના દોરડામાં પરોવેલા હોય છે.

Tags :