Get The App

જવાબ જડબાતોડ! .

Updated: Aug 1st, 2025

GS TEAM

Google News
Google News
જવાબ જડબાતોડ!                                     . 1 - image


- TWo ઇન One

- Harish Nayak

- એક વાર્તા... બે ભાષામાં!

- મોટી ઘુરઘુરાટી, દમામભરી ચાલ, ને અંગારા જેવી આંખો. જાનવરો જુએ ને ફફડી જાય... બિચારાં ડરતાં ડરતાં કહે : 'મહારાજ, એમાં તે પૂછવા  જેવી શી વાત છે?  તમે જ વનરાજ છો.'

એ ક જંગલ. તેમાં એક સિંહ રહે. ભારે બળવાન. વનનો રાજા પણ ખરો. તેને એક બચ્ચું હતું.

હતું તો નાનું સરખું, પણ શિકાર આબાદ કરી જાણે. મોટું જાનવર હોય તો પણ દમામભેર ખાસ્સો તેનો પ્રભાવ પડે.

પછી તો પૂછવું જ શું ?

સિંહનું બચ્ચું. પોતાની જાતને વનનો રાજા જ સમજવા લાગ્યું. ડગલાં ભરે તો ધીમે ધીમે દમામભેર. ઘૂરકે તો પણ રૂઆબભેર.

પણ કોઈ તેને રાજા ન ગણે.

સૌ જાનવરો તો તેના પિતાને જ વનનો રાજા ગણે. સૌ તેમને નમતા રહે. સૌ તેમને મારગ કરી આપે. બચ્ચાંની તો કોઈ પરવા જ ન કરે.

આથી સિંહનું બચ્ચું ગુસ્સે થયું.

સાથે સાથે દુ:ખીય થયું. અપમાનિત પણ થયું. તેની આંખો લાલચોળ થઈ ગઈ. તેની ઘુરઘુરાટી ઓર તેજ બની ગઈ.

ધમ ધમ કરતું ચાલ્યું જંગલમાં.

જે મળે તેને પૂછે : 'જંગલનો રાજા કોણ છે ?'

મોટી ઘુરઘુરાટી, દમામભરી ચાલ, ને અંગારા જેવી આંખો. જાનવરો જુએ ને ફફડી જાય... બિચારાં ડરતાં ડરતાં કહે : 'મહારાજ, એમાં તે પૂછવા જેવી શી વાત છે ? તમે જ વનરાજ છો.'

સિંહનું બચ્ચું સાંભળે. સાંભળીને ફુલાય.

ગર્વથી એ તો નાચી ઊઠે. તેના હર્ષનો પાર ન રહે.

સિંહનું બચ્ચું ઘમંડથી રહેવા લાગ્યું.

જોતજોતામાં ઘમંડ વધી ગયો.

જે કોઈ રસ્તે મળે તેને પૂછે : 'જંગલનો રાજા કોણ છે ?'

સૌ કોઈ તેનું નામ આપે.

બચ્ચું તો રાજી રાજી થાય. ફૂલીને ફાળકો થઈ જાય. એને તો બસ એમ, કે હું જ જંગલનો વનરાજ છું.

એક પછી એકને પૂછતું ગયું.

છેવટે વારો આવ્યો હાથીનો.

હાથીને પણ એણે જ પ્રશ્ન પૂછયો. હાથી ગુસ્સે ભરાયો ને સૂંઢ હલાવીને બચ્ચાને સૂંઢમાં ઉઠાવી લીધું. પછી સૂંઢ માંડી વીંઝવા. ખૂબ વીંઝી; ખૂબ વીંઝી, છેવટે નાખ્યું દૂર.

બિચારા બચ્ચાનાં હાડકાં ખોખરાં થઈ ગયાં.

એ તો શરીર પરની ધૂળ ખખેરતું કહેવા લાગ્યું : 'અરે, હાથીભાઈ! તમે મારા પ્રશ્નનો ઉત્તર ન જાણતા હો તો કંઈ નહિ; પણ ગુસ્સો શા માટે કરો છો ?'

પણ હવે બચ્ચાનો ઘમંડ ઊતરી ગયો હતો.

સિંહનું બચ્ચું નરમ થઈ ગયું.

નીચા મોંએ એ ચાલ્યું ગયું.

A Roaring Reply!

T here was a jungle. And in it t lived a lion. A mighty, powerful one - truly the king of the forest.

He had a cub.

Though still small, the cub had already learned to hunt skillfully. Even large animals were no match for his growing strength.

Soon, the cub began to think very highly of himself.

After all, he was the lion's son!

He started believing that he was the king of the jungle.

He walked with pride.

He growled with confidence.

But no one in the forest treated him like a king.

All the animals still bowed only to his father - the real lion king.

They respected him, cleared the path for him, and feared his presence.

No one paid much attention to the cub.

This made the cub angry.

It also made him feel sad - and deeply insulted.

His eyes turned red with fury.

His growls became fiercer.

He stomped through the jungle, his paws thudding on the ground.

Whoever he met, he would roar and ask,

"Who is the king of the jungle?"

With a loud growl, proud walk, and blazing eyes,

he terrified the poor animals.

Trembling with fear, they replied,

"Your Majesty! Why ask such a question? Of course, you are the king of the jungle!"

Hearing this, the cub puffed up with pride.

He would prance around with joy.

And from that day, the lion cub lived with arrogance. Slowly, his pride kept growing... 

The lion cub became full of pride.Day by day, his arrogance grew.He kept asking every animal he saw, “Who is the king of the jungle?” And all of them, out of fear, said it was him. The cub was delighted.He believed — without any doubt — that he was the true king. One by one, he asked everyone. Finally, he came across an elephant. He asked the elephant the same question. The elephant became angry. He lifted the cub with his trunk… and began to swing him back and forth — harder and harder.Then he threw the cub far away. Poor cub. His bones were badly hurt. Covered in dust, he struggled to get up and said,“Oh Elephant Brother! It’s okay if you didn’t know the answer to my question…But why get so angry about it?” But by now, the cub’s pride had vanished.

The lion cub had become humble. With a lowered head, he quietly walked away.

Tags :