- પાલી તેની તાવડી રોટલો એકલી એકલી ખાવા માંગતી ન હતી. 'હું બધાને બોલાવીશ...' તેણે કહ્યું.
- કિશોર પંડયા
તમે રોટલો જોયોછે? નથી જોયો? તો ચાલો આજે રોટલો એટલે શું તેનો જવાબ મેળવીએ.
એક સમયે એક તાવડી રોટલો હતો. તાવડી રોટલો તે છે જે ગેસ પર કે ઓવનને બદલે તાવડીમાં
શેકવામાં આવે છે. જો તમે ક્યારેય જોયો ન હોય, તો હું આશા રાખું છું કે તમે સો વર્ષના થાઓ તે પહેલાં
તમે જરૂર જોશો!
આ રોટલો એક ચૂલા પર તાવડીમાં શેકવામાં આવ્યો હતો, જે પાલી નામની એક નાની છોકરીની
હતી. તેની દાદીએ તેને તાવડી આપી હતી અને માટીમાંથી બનેલી તાવડી આકાશ જેટલી કાળી હતી.
જ્યારે તેની માએ નાના ચૂલા પરથી રોટલો તાવડીમાં શેકી અને ઠંડો થવા માટે ટેબલ પર મૂક્યો,
ત્યારે પાલીએ ંકહ્યું - 'આ નવી જાતના પિત્ઝા કેમ બનાવ્યો?'
'આ પિત્ઝા નથી. આ સરસ, લીલેરો રોટલો છે, જે આકાશ જેવી કાળી તાવડીમાં શેકવામાં
આવ્યો છે.
જુવાર અને બાજરી એટલ્રે કે તમે જેને મિલેટ કહો છો તેમાંથી બનાવવામાં આવ્યો છે.
રોટલો પાલીનો હતો, તેમજ તાવડી પણ તેની હતી. તેની માએ તેનો જન્મદિવસ હોવાથી તેના માટે
તે ખાસ બનાવ્યો હતો.'
'મને ફરીથી તેના વિશે કહો...', ટેબલ પાસે ઊભા પગેરહીને તેણે કહ્યું.
દાદીમા કહે, 'આ રોટલો છે. બાજરીનો હોય કે જુવારનો ખૂબ જ સ્વાદિષ્ટ અને મીઠો લાગે છે, જે તાવડીમાં
શેકવામાં આવે છે, પાલીને ખાવા માટે.'
પરંતુ પાલી તેની તાવડી રોટલો એકલી એકલી ખાવા માંગતી ન હતી.
'હું બધાને બોલાવીશ...'તેણે કહ્યું. તે નાચતી કૂદતી તેના પડોશમાં બહેનપણીઓને બોલાવવા ગઈ.
ત્યાં માલતી, મૌલી અને નાનો છોકરો જ્વલંત હતો. તે બધા પાલીની રોટલા પાર્ટીમાં આવ્યા.
તેઓ આવી પહોંચ્યા ત્યારે ટેબલ પર પાલીની ઢીંગલીની વાનગીઓ પણ ગોઠવવામાં આવી હતી.
ટેબલની બરાબર વચ્ચે મોટી થાળીમાં રોટલા હતા.
'આ વળી પિત્ઝા જેવું શું છે?' માલતીએ રોટલો જોઇને પૂછયું.
'આ એક જુવાર બાજરીમાંથી બનાવેલો સરસ રોટલો છે. તે કાળી તાવડી પર ચૂલામાં પકાવવામાં
આવ્યો છે. ખાસ પાલી અને તમારા ખાવા માટે.'
માએ રોટલા ઉપર અથાણું ચોપડયું. પછી દરેકને રોટલો આપતાં કહ્યું. 'નિરાંતે ખાજો.'
દરેકને તાવડીમાં શેકાયેલો રોટલો ખાવાની ખૂબ મજા આવી.


