Get The App

હીંચકા રે હીંચકા... હાથીભાઈના હીંચકા

Updated: Nov 7th, 2025

GS TEAM

Google News
Google News
હીંચકા રે હીંચકા... હાથીભાઈના હીંચકા 1 - image

- Two ઈન one અ A

- Harish Nayak - એક વાર્તા... બે ભાષામાં!

ઊછાળેલો જોકર ઊંચે જાય કે સૂંઢ બીજી દિશામાં લઈ જાય, પણ જ્યારે જોકર પાછો પડે ત્યારે સૂંઢના હીંચકા પર જ પડે.

જોકર કહે છે : 'ભલે ગમે તેટલા સાથે રહીએ, પણ આ પશુઓનો ભરોસો નહીં!'

હીં ચકા તમે ઘણા ખાધા હશે, ઘરમાં, ઝાડની ડાળી પરના, બાળકોના બગીચાના અને બીજા. પણ હાથીની સૂંઢના હીંચકા કદી ખાધા છે? એ હીંચકામાં ગમ્મત ખરી અને જોખમેય ખરું.

સરકસના જોકરભાઈને જ એ મોજ માણવા મળે. સામસામા બે હાથી સૂંઢની ગાંઠ વાળી જોકરિયાને એ હીંચકા ખવડાવે.  અરે સરકસની વીંગમાંથી બહાર પણ એ જ રીતે લાવે. પછી ઊંચા ટોડલા પર ઊભા થઈને બંને હાથીઓ એવા ઝૂલા ઝૂલાવે કે આપણને હબક જ પેસી જાય ! ઉપરથી હસવું ય ઘણું આવે હોં !

એ હીંચકા પાછા ટ્રેપીઝ હોય એમ હાથીઓ જોકરજીને ઉછાળે ય ખરા.

ઊછાળેલા જોકર ઊંચે જાય કે સૂંઢ બીજી દિશામાં લઈ જાય પણ જ્યારે જોકર પાછો પડે ત્યારે સૂંઢના હીંચકા પર જ પડે.

જોકર કહે છે ઃ 'ભલે ગમે તેટલા સાથે રહીએ પણ આ પશુઓનો ભરોસો નહિ!'

પેલી હાથીની કથા તો જાણો છો ને? નદીએ જતાં હાથીને દરજી રોજ કેળું આપે. એક દિવસ કેળાંને બદલે સોય ભોંકી જોઈ. પછી હાથીભાઈ કંઈ છોડે ! નદીએથી લઈ આવ્યા કાદવ. ફુરરર છાંટયો કાદવનો ફુવારો દરજી પર.

એવું જ અહીં થયું. ના, દરજીએ સોય નહોતી ભોંકી. જોકરિયાએ કોઈ અડપલું ય નહોતું કર્યું. છતાં બંને હાથીઓએ જોકરને જોરથી ઉછાળ્યો ઊંચે...

અને પછી સૂંઢો ખેંચી લીધી.

ખેલનો જ એક ભાગ હશે કે?

બિચારા જોકરિયાનાં તો હાડકાં જ ખોખરાં થઈ ગયાં.

લોકો તો શું હસે! શું હસે!

પછી સંગીત બદલાયું અને...

બંને હાથીઓ જમીનદોસ્ત થયેલા એ હીંચકાવીરને ઘસડીને અંદર લઈ ગયા. ત્યારની મઝા વળી ઔર જ.

થોડી જ વારે જોકરભાઈ પાછા બહાર આવ્યા. રડવા લાગ્યા. રડતાં રડતાં મૌન માઈમ મીમીક્રી સાથે કહે ઃ 'સીધા કરી નાખું, એ હાથીડાઓને સીધા કરી નાંખું, એના મનમાં એ જાડિયાઓ સમજે છે શું?'

પણ અંદર જતાં તેણે એવું દુઃખ પ્રગટ કર્યું કે બાળમિત્રો ખુશ. હા, જોકરનો એ જ 

બોધ છે ઃ

'જે તારતું તે મારતું... 

જે હીંચતું તે પાડતું!'


Swings Oh, swings... Brother Elephant's swings

S wings. You must have ridden many; in the house, on a tree branch, in the children's garden, and others.

But have you ever ridden an elephant's trunk swing?

In that swing, there is fun, and there is risk too.

Only the circus's Brother Joker gets to enjoy this fun.

Two elephants, facing each other, make a knot with their trunks  and give the joker a ride on those swings.

Oh, they even bring him out from the circus wing in the same way.

Then, standing up on high stools, both elephants swing him in such a way that we just get startled!

On top of that, it also makes us laugh a lot, you know!

And as if those swings were a trapeze, the elephants also toss Mr. Joker.

The tossed joker goes up, or they move their trunks in another direction, but when the joker falls back, he falls right onto the trunk swing.

The joker says: "No matter how much time we spend with them, these animals cannot be trusted!"

You know that story of the elephant, right?

A tailor would give a banana every day to an elephant going to the river.

One day, instead of a banana, he pricked him with a needle.

After that, would Brother Elephant let it go!

He brought mud from the river.

Phoorrr! He sprayed a fountain of mud on the tailor.

The same thing happened here.

No, a tailor had not pricked him with a needle.

The joker hadn't done any mischief either.

Still, both elephants tossed the joker forcefully... high up...

And then they pulled their trunks away.

Could it be just a part of the act?

The poor joker's bones were all shattered.

And the people, how they laughed! How they laughed!

Then the music changed and...

Both elephants dragged the "swing-hero," who had fallen to the ground, and took him inside.

The fun of that moment was something else entirely.

A little while later, Brother Joker came back out.

He started crying.

While crying, using silent mime and mimicry, he says:

"I'll straighten them out, I'll straighten those elephants out, What do those fatties think of themselves?"

But as he went inside, he expressed such sadness that the children (friends) became happy.

Yes, this is the joker's lesson:

'The one that saves is the one that kills.

The one that swings is the one that makes you fall.'