સમુદ્રની અલૌકિક સૌંદર્યસૃષ્ટિ : પરવાળાના ટાપુઓ
પૃ થ્વી પર પર્વતો, નદીઓ, જંગલો અને દરિયાકિનારા એક અલગ સૌન્દર્ય સૃષ્ટિ છે. સમુદ્રમાં પણ ઘણી ભૌગોલિક રચનાઓ અદ્ભુત હોય છે તેમાં પરવાળાના ટાપુ કે કોરલ રિફ સૌથી વધુ સૌંદર્યસ્થાન છે.
દરિયામાં રહેતા નાના કોમળ જીવો પોતાના રક્ષણ માટે શરીર ફરતે સખત શંખ અને છીપલાનું આવરણ બનાવતા હોય છે. આ જીવડાના શરીરમાં જાતજાતના રસાયણો હોય છે. આ જીવો નાશ પામે ત્યારે દરિયાકાંઠે તેના અવશેષો જમા થાય છે. દરિયાના પાણીના મોજા આ અવશેષો કાંઠે ધકેલી એક વિશિષ્ટ રચના ઊભી કરે છે. વર્ષોની આ પ્રક્રિયાથી સમુદ્રમાં કેટલાક સ્થળે આવા અવશેષો જમા થઈને વિશાળ ટાપુઓ બનેલા છે તેને પરવાળાના ટાપુ કે કોરલ રિફ કહે છે. પરવાળાના ટાપુ મોટે ભાગે કેલ્શિયમ કાર્બોનેટના થરના બનેલા ખડકો હોય છે, પણ રંગબેરંગી હોય છેે. દરિયાકિનારાને અડીને બનેલા રંગીન ટાપુને ટ્રિન્જિંગ રિફ અને કિનારાથી દૂર બનેલા ટાપુને બેરિયર રિફ કહે છે. ભારત નજીક ઇન્ડો પેસિફીક સમુદ્રમાં ૩૪૪૩૦૦ ચોરસ કિલોમીટરના વિસ્તારમાં રંગીન કોરલ રિફ આવેલા છે. તેને ગ્રેટ બેરિયર રિફ કહે છે.
ઓસ્ટ્રેલિયા નજીક ૨૩૦૦ કિલોમીટરના વિસ્તારમાં ૯૦૦ જેટલા પરવાળાના ટાપુઓનો સમૂહ ગ્રેટ બેરિયર રિફ વિશ્વપ્રસિદ્ધ છે. અવકાશમાં ફરતા સેટેલાઇટમાંથી પૃથ્વી પર નજરે દેખાય તેવી આ એક જ સૌંદર્યસૃષ્ટિ છે. કોરલ રિફની આસપાસના સમુદ્રમાં રંગબેરંગી માછલીઓ અને જળચરોની પણ વિશિષ્ટ દુનિયા હોય છે.