સૂર્યની ફરતે આઠ ગ્રહો તેના ચંદ્ર અને ધૂમકેતુઓ, લઘુગ્રહો વગેરે પ્રદક્ષિણા કરે છે. સૂર્યના ગુરુત્વાકર્ષણને કારણે આ બધા અવકાશી પદાર્થો એક જ ઝૂમખામાં ટકી રહ્યાં છે તેને સૂર્યમાળા કહે છે. સૂર્યમાળાનો છેલ્લો ગ્રહ નેપ્ચ્યુન સૂર્યથી કરોડો પ્રકાશવર્ષ દૂર છે. તેની ભ્રમણકક્ષા એટલે સૂર્યમાળાની સરહદ. વિજ્ઞાાનીઓએ નેપ્ચ્યુનની ભ્રમણકક્ષાની પેલે પાર પણ કેટલાંક અવકાશી ગોળા ફરી રહ્યા હોવાનું શોધી કાઢયું છે.
ઇ.સ. ૧૯૫૧માં ગેરાર્ડ કાઈપર નામના વિજ્ઞાાનીએ આ શોધ કરી હતી. લાખો પદાર્થોનો આ સમૂહ જોડાઈને વિશાળ પટ્ટો બન્યો છે. આ પટ્ટાને કાઇપર બેલ્ટ કહે છે. સૂર્યથી અતિશય દૂર હોવાથી આ પદાર્થો અત્યંત ઠંડા છે અને લગભગ બરફના ગોળા જેવા છે. તેમાંના કેટલાક લાલ, લીલા કે કેસરી રંગના છે. આ ગોળા એમોનિયા અને મિથેન વાયુ જામીને બનેલા છે.


