Get The App

નાનકડાં પણ જોરદાર જીવડાં .

Updated: Dec 12th, 2025

GS TEAM

Google News
Google News
નાનકડાં પણ જોરદાર જીવડાં                                       . 1 - image

માખી, મચ્છર, પતંગિયા જેવાં ચપટીમાં ચોળાઈ જાય તેવાં જીવડાંને કુદરતે કેટલીક અજાયબ કરામતો આપી છે. સામાન્ય વાતાવરણ પણ તેમના માટે જોખમી હોવા છતાંય આ જીવડાં સરળતાથી ખોરાક અને રક્ષણ મેળવી જીવી શકે છે. કેટલાક જંતુઓની આ વિશિષ્ટ શક્તિઓ જાણવા જેવી છે.

- કિડી જમીનમાં પાંચ સેન્ટીમીટરની ઊંડાઇએ થતું હલનચલન પારખી શકે છે.

- મધમાખી તેના પગ વડે સ્વાદ પારખે છે.

- મધમાખીના પેટમાં આયર્ન ઓકસાઈડની રિંગ હોય છે. મેગ્નેટ જેવી આ રિંગ પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર પારખીને રસ્તો શોધી શકે છે.

- વદો વાતાવરણમાં એક અણુભાર જેટલુ હલનચલન પારખી શકે છે.

- માખી તેની આંખ એક સેંકંડમાં ૩૦૦ વાર પટપટાવે છે.

- મચ્છર માણસના શરીરની ગંધ, કાર્બન ડાયોકસાઈડ, ઉષ્ણતામાન અને ભેજનું પ્રમાણ જાણી શકે છે.

- આગિયા જીવડાંની પૂંઠના ભાગે પ્રકાશ વેરતી ગ્રંથી હોય છે. અંધારામાં પણ તે ઉડી શકે છે.

- કીડી અને ઉઘઇની જમીનમાં દર બનાવવાની કળા અને કરોળિયાના જાળા ગુંથવાની કળા પણ જાણીતી છે.