Get The App

હાડપિંજર અને હાડકાંના સાંધા

Updated: Aug 4th, 2018

GS TEAM


Google News
Google News
હાડપિંજર અને હાડકાંના સાંધા 1 - image

માનવ શરીર એક અજાયબ યંત્ર છે. શરીરના દરેક અંગ અને અવયવોનો આકાર અને રચનામાં સલામતી, શક્તિનો વાજબી ઉપયોગ અને જરૃરિયાતની વાજબી ગણતરી જોવા મળે છે. હાડપિંજર શરીરનો આધાર છે તે દરેક અંગનું રક્ષણ કરવા ઉપરાંત તેને યોગ્ય સ્થાને અને શરીરને ટટ્ટાર રાખી શકે છે. વળી હલનચલન માટે હાડપિંજર અનેક હાડકા જોડાઈને બન્યું છે.

હાડકાના સાંધામાં ઉચ્ચાલન અને ગતિના નિયમોનો અદ્ભુત ઉપયોગ છે. કોણી અને ઘૂંટણના સાંધા એક જ તરફ વળી શકે તેવા મિજાગરા જેવા હોય છે. હાંસડીના સાંધામાં ખભાની સાથે હાડકું ખાંડણીમાં દસ્તો મૂક્યો હોય તેમ વર્તુળાકાર ફરી શકે છે. કરોડરજ્જુ તો હાડકા અનેક મણકાની માળા બનાવી હોય છે. તેની વચ્ચેથી જ્ઞાાનતંતુઓ પસાર થાય છે.

કરોડરજ્જુ શરીરને ટટાર રાખે છે અને અનુકૂળતા મુજબ આગળ પાછળ ઝૂકી શકે છે. દાંતના પણ હાડકા છે જે એકબીજા સાથે જોડાઈને શ્રેણી બનાવે છે. અને જડબાનું હાડકું સૌથી અજાયબ છે. નીચેનું જડબું ખોરાક ચાવવા અને બોલવા ઉપર નીચે થઈ શકે છે. વળી બધા સાંધાઓ સખત એવા ટેન્ડનના રેસાથી જોડાયેલા છે. તે ઉપરાંત સાંધામાં તૈલી પ્રવાહી સતત રહેતું હોય છે.

Tags :