Get The App

ખારા પાણીનાં જંગલ મેન્ગ્રુવ .

Updated: Apr 4th, 2025

GS TEAM

Google News
Google News
ખારા પાણીનાં જંગલ મેન્ગ્રુવ                              . 1 - image


ઉષ્ણ કટિબંધના ગરમ પ્રદેશના દરિયા કિનારે જોવા મળતી મેન્ગ્રુવ વનસ્પતિ અન્ય વનસ્પતિ કરતા જુદી હોય છે તેના જંગલ પણ વિશિષ્ટ હોય છે. ખારા પાણીવાળી જમીન અને દરિયાકાંઠાની વિશિષ્ટ આબોહવાને કારણે આ વનસ્પતિ પણ વિશેષતા ધરાવે છે.

દરિયામાં ભરતી આવે ત્યારે કાંઠાની જમીન પર પાણી ભરાય છે. આ ખારા પાણીમાં ઘણી જાતની વનસ્પતિ થાય છે તેના મૂળ અર્ધા પાણીમાં અને અર્ધા જમીનની બહાર હોય છે. ખારા પાણી પીને વિકાસ પામતી આ વનસ્પતિ  મોટે ભાગે ઘાસ જેવી લાંબી હોય છે. સમુદ્ર કાંઠાના તીવ્ર પવનો, ક્ષારવાળા વાતાવરણ અને ઓછા ઓક્સિજનવાળા વાતવરણમાં કહેલી આ વનસ્પતિ ભરતી સમયે સમુદ્રના જોરદાર મોજાનો પણ સામનો કરે છે. ભારતમાં બંગાળના સુંદરવનના મેન્ગ્રુવ જંગલ વિશ્વ પ્રસિદ્ધ છે. આ જંગલમાં ૫૦ માળની વનસ્પતિ થાય છે તેના મૂળ કાદવ કીચડમાંથી જમીન તરફ ફેલાય છે. ઘણી વનસ્પતિને થડ હોતા જ નથી. મૂળિયાના સમૂહ જ થડની ગરજ સારે છે. મેન્ગ્રુવ વનસ્પતિનાં પાન ઓછા અને મૂળ વધારે હોય છે. ઓક્સિનિયા નામની વનસ્પતિને ત્રણ મીટર લાંબા છોડમાં હજારો મૂળ હોય છે. આ વનસ્પતિ પર્યાવરણ માટે ઉપયોગી છેે. દરિયા કાંઠાના ધોવાણને અટકાવે છે. 

Tags :