Get The App

બુરાઈનું ફળ .

Updated: Oct 4th, 2019

GS TEAM

Google News
Google News
બુરાઈનું ફળ                         . 1 - image


મારો આ માળો પવનના ઝપાટે બે-ત્રણ વખત વિખાણો તોય આટલી વેદના થાય છે તો પેલી હોલી હોલાનો માળો મેં નવ વખત વિખ્યો હતો, એમની હાલત શી થઈ હશે ? 

મેં પેલી ચકલીનાં ઈંડા ચાર ચાર વખત ફોડી નાંખેલા, તો એમની પર શું વિતી હશે ? અરે હું અભાગી જીવ અત્યારે એમનાં બધાના બદલા જ ચુકવું છું

નાના અમથા જંગલમાં અનેક પક્ષીઓ વસવાટ કરે છે. જ્યાં એક ઘટાદાર વડલાની ઉપર અનેક રહે છે. જેમાં કાગડો પણ રહે છે. જે એવો અટકચાળી અને માથાભારે કે ન કરો વાત. આ વૃક્ષ પર કોઈ માળો બાંધે તો તેમના ગયા પછી વિખેરી નાંખે. ઈંડા મુકે તો ફોડી નાંખે, કોઈના નાના બચ્ચા હોય તો હેરાન કરે, આખું જંગલ આનાથી ત્રાસ પામી ચૂક્યું. પણ તેમને કોઈ કહે એવું હતું નહીં પણ કુદરતના કાન એવા સરવા હોય છે કે જેમને ન કહો તો ય સાંભળી જાય અને કોઈ ભાળે નહીં એમ ફટકારે પણ છે.

એ મુજબ કાગડો મોટો થયો, જેમનું કોઈ કાગડી સાથે ઘર બંધાણું, એક દિવસ કાગડીએ કાગડાનાં કાનમાં કહ્યું, 'કંથજી, હું તારા બચ્ચાની મા બનવાની છું તો હવે તારે માળો બાંધવો પડશે, અને વાત સાંભળી કાગડો મનમાં મુશ્કુરાતાં સારી ડાળી જોઈ જીણા ચળી સાઠીકડા શોધી માળો બાંધવાનું મુર્હૂત કરી દીધું છે પણ જ્યાં માળો પુરો થવાની અણી ઉપર આવે ત્યાં જોરદાર પવનનો ઝપાટો કે વિંટોળો આવે એટલે માળો વેરવિખેર, આમ ને આમ એમણે ચાર પાંચ વખત માળો બાંધ્યો ને વળી વિખરાયો, પણ કાગડો કરે ય શું ?' કુદરત સામે તો લાચાર જ હતો, પણ આજે મનોમન તેમણે જેમનાં જેમનાં માળાઓ વિખેરયા હતાં તેમની વેદના અનુભવવા લાગ્યો કે અરેરે, મારો આ માળો પવનના ઝપાટે બે-ત્રણ વખત વિખાણો તોય આટલી વેદના થાય છે તો પેલી હોલી હોલાનો માળો મેં નવ વખત વિખ્યો હતો, એમની હાલત શી થઈ હશે ? અને આમ વિચારતાં વળી આર્સૂ પર સારી બેસે છે.

વળી જેમતેમ કરી માળો બાંધી કાગડીએ બગલાની પાંખ જેવા બે રૂપાળા ઈંડા મુક્યા, જેમની મમતા અને માયા કાગડાને એટલી બધી લાગેલી કે કાગડો એમનાં ઈંડા કે માળો મૂકી ક્યાંય આઘો-પાછો જતો નથી અને કદાચ જાય તો તુર્તજ પાછો આવી જાય, પણ એક દિવસ બન્ને સહેજ આંઘા પાછા થયા એટલે કોઈ સર્પ આવી આ બન્ને ઈંડા ફોડી અંદરથી બચ્ચા ખાઈ ગયું. જોકે કાગડો અને કાગડી તુર્તજ આવી ગયા પણ એમણે આ સર્પને સગી નજરે જોયો અને પોતાના અતિ પ્રિય ઈંડાને આ હાલતમાં જોઈ કાગડો ઘડીભર ભાન જ ભૂલી ગયો.

વળી ભાનમાં આવતાં એક બાજુની ડાળી પર જઈ બેઠો અંતે વળી વેદના સમજાણી કે અરેરે મેં પેલી ચકલીનાં ઈંડા ચાર ચાર વખત ફોડી નાંખેલા, તો એમની પર શું વિતી હશે ? અરે હું અભાગી જીવ અત્યારે એમનાં બધાના બદલા જ ચુકવું છું, હાય હાય મને હવે મૃત્યુ આપો, 'આમ કાગડો મોટે મોટેથી કલ્પાંત કરતાં આખર સર્વે કાગડા ભેળા થઈ જતાં એમને આશ્વાસન આપી શાંત પાડયો, અને વળી બધાની જોડે દુઃખ ભૂલી રહેવા લાગ્યો.'

એકાદ વર્ષ બાદ વળી કાગડાએ માળો બાંધ્યો, કાગડીએ ઈંડા આપ્યા. બન્ને રાત દિવસ રક્ષણ આપતા આખર બચ્ચા તૈયાર થઈ ગયા. કાગડો અને કાગડી ભરપુર પ્રેમ કરે છે. એમને સાથે લઈ જઈ ઊડતા શીખડાવે, ચણતા શીખડાવે, એક વખત આમ ઊડતા શીખડાવતાં શીખડાવતાં કાગડો અને બચ્ચા આગળ નીકળી ગયા, અને કોઈ પણ સુકાયેલા વૃક્ષની ડાળીએ બેઠા છે.

એવામાં કોઈ ચક્કરો આવી ચઢ્યો જેમણે ઓચિંતા વૃક્ષ પર તરાપ મારી આ કાગડાનાં બચ્ચાને જાણી લઈ આકાશભણી ઊડી ગયું. વળી કાગડો હતું એટલું જોર લગાવી પાછળ ઉડયો પણ એમને કઈ આંબી ન શક્યો અંતે પાછો વળી એક બચ્ચું વધ્યું એમને લઈ પાછો વળતા વિચાર્યું કે આ બદલો મારો મેં પેલી કાબરનાં બચ્ચાને ચાંચમાં લઈને જે ઉપાડયું હતું ને એમનો મળ્યો. ત્યારે કાબર પણ મારી પાછળ બિચારી આમ જ કકળાટ કરતી આવી હતી પણ અફસોસ એમની વેદનાં મને આજે સમજાણી.

અંતે કાગડાએ જીવનમાં કરેલા તમામ અપરાધોની સજા કુદરતે એમનાં દેખતાં જ આપી દીધી અને કાગડો મનોમન જાણી પણ લેતો કે આ પેલી સજા, આ બીજી, પછી તો એમણે જીવનમાં નબળા કામો છોડી હંમેશા પક્ષીઓને બની શકે એટલી મદદ કરી હતી મળીને સંપીને રહેવા લાગ્યો.

- ભરત એલ. ગોઠડીયા

Tags :