Get The App

પૃથ્વી વિશે આટલું યાદ રાખો

Updated: Jun 2nd, 2018

GS TEAM

Google News
Google News
પૃથ્વી વિશે આટલું યાદ રાખો 1 - image

- પૃથ્વીનો ઇકવેટોરિયલ ડાયામીટર (ભૂમધ્યરેખા વ્યાસ) ૧૨૭૫૭ કિ.મી. અને પોલાર ડાયામીટર (ધ્રુવીય વ્યાસ) ૧૨૭૧૪ કિ.મી. છે. - પૃથ્વીનો ભૂમધ્યરેખા પરિધ ૪૦૦૭૫ કિલોમીટર છે. - પૃથ્વી ૧૦૭૧૬૦ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી સૂર્યની ફરતે પ્રદક્ષિણા કરે છે. એક પ્રદક્ષિણા એટલે આપણે એક વર્ષ ૩૬૫ દિવસ, પાંચ કલાક, ૪૮ મિનિટ અને ૪૬ સેકંડમાં પૂરો થાય છે. - પૃથ્વી તેની ધરી પર પશ્વિમથી પૂર્વ તરફ ચક્રાકાર (ધરીભ્રમણ) ફરે છે. તે ૧૬૧૦ કિલોમીટર પ્રતિકલાકની ઝડપે ફરે છે. અને એક (ચક્ર આપણે એક દિવસ) પુરું કરતાં ૨૩ કલાક ૫૬ મિનિટ અને ચાર સેકંડ લાગે છે. - પૃથ્વીના ધરીભ્રમણથી દિવસ રાત અને સૂર્ય પ્રદક્ષિણાથી ઋતુઓ સર્જાય છે. - પૃથ્વીનો પ્રદક્ષિણા પથ લંબગોળ છે. તેથી સૂર્ય અને પૃથ્વી વચ્ચેનું અંતર બદલાય છે. ત્રીજી જાન્યુઆરીએ આ આંતર સૌથી ઓછું અને ચોથી જૂલાઈએ આ અંતર સૌથી વધુ હોય છે. - ૨૧મી જૂને પૃથ્વીના કર્ક રેખા પર સૂર્યના કિરણો ૯૦ અંશતાપૂર્ણ પડે છે. તેથી ઉત્તરગોળાર્ધમાં સૌથી લાંબો દિવસ બને છે. તેને સમર સોલ્ટિસ કહે છે. - ૨૨ ડિસેમ્બરે મકરરેખા પર સૂર્યના કિરણો સીધા પડે છે. ત્યારે દક્ષિણગોળાર્ધમાં સૌથી લાંબો દિવસ હોય છે. તેને વિન્ટર સોલ્ટિસ કહે છે. - ૨૧મી માર્ચ અને ૨૩ ડિસેમ્બરે વિષુવવૃત પર સૂર્યના સીધા કિરણો પડે છે. આ બંને દિવસે દિવસ અને રાત એક સમાન ૧૨-૧૨ કલાકના હોય છે. - પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર (મેગ્નેટિક ફિલ્ડ) સૌથી બળવાન છે. તેના પેટાળમાં નિકલ અને લોખંડનો જથ્થો વધુ હોવાથી આ લાક્ષણિકતા મળી છે. અને તેને કારણે પૃથ્વી સોલાર વાઈન્ડ (સૌરપવન) સામે રક્ષણ મેળવી શકે છે. - પૃથ્વી એક માત્ર ગ્રહ એવો છે કે જેના પર પાણી અને સજીવ સૃષ્ટિ છે.