Get The App

રાજસ્થાનનું પક્ષી અભયારણ્ય: કેવલાદેવ રાષ્ટ્રીય ઉદ્યાન

Updated: Sep 6th, 2019

GS TEAM

Google News
Google News
રાજસ્થાનનું પક્ષી અભયારણ્ય: કેવલાદેવ રાષ્ટ્રીય ઉદ્યાન 1 - image


રાજસ્થાનના ભરતપુરમાં આવેલા કેવલાદેવ રાષ્ટ્રીય ઉદ્યાનમાં ભાગ્યે જ જોવા મળતા પક્ષીઓની ૨૩૦ પ્રજાતિ જોવા મળે છે. શિયાળામાં તો અહીં સાઈબિરિયાથી વિશિષ્ટ સારસ પક્ષીઓ આવે છે.

કેવલાદેવ પક્ષી વિહાર ૨૫૦ વર્ષ જૂનું છે. જો કે તે સમયે આ અભયારણ્ય નહોતું. ભરતપુરના મહારાજાઓ આ ઉદ્યાનમાં પક્ષીઓનો શિકાર કરવા આવતા હતા. મેલોઈ અને ટીલ જેવા પક્ષીઓ આ અભયારણ્યની વિશેષતા અને સુંદરતા છે. આ ઉપરાંત ધોમરા , ચકવા જલપક્ષી, લાલસર બતક જેવી લુપ્ત થતી જાતના પક્ષીઓ અહીં જોવા મળે છે.

કેવલાદેવ વર્લ્ડ હેરિટેજ સાઈટ્સમાં સ્થાન પામ્યું છે.૨૯ ચોરસ કિલોમીટરના વિસ્તારમાં ફેલાયેલા આ વિસ્તારમાં ફેલાયેલા આ ઉદ્યાનમાં ૩૭૯ જેટલા ફૂલ- છોડની અલભ્ય જાત  જોવા મળે છે.

પક્ષીઓ ઉપરાંત નીલગાય, ચિતળ, જંગલી ભૂંડ, નોળિયા, જળબિલાડી જેવા પ્રાણીઓ પણ અહીં વસે છે. અહીં વહેતી નદીમાં ૪૩ જાતની દુર્લભ માછલીઓ પણ છે.

કેવલાદેવ ઉદ્યાન રમણીય પર્યટન સ્થળ ઉપરાંત પક્ષીવિદો, પ્રકૃતિવિદો તથા વૈજ્ઞાાનિકો માટે સંશોધનો કરવા માટેનું આદર્શ સ્થળ ગણાય છે.

Tags :