નિર્દોષ અને રમતિયાળ પ્રાણી : સસલું
- સસલા સુંવાળી અને સફેદ રૂવાંટીવાળા આકર્ષક પ્રાણી છે. સસલાની બે જાત 'રેબિટ' અને 'હેર' અલગ અલગ જાતના પ્રાણીઓ છે.
- સ્પેન સસલાનો ટાપુ કહેવાય છે.
- ઇ.સ. પૂર્વે ૩૦૦ માં રોમન લોકો સસલા પાળતા.
- સસલાને ૨૮ દાંત હોય છે જે હંમેશા મોટા થાય છે અને ઘસાતાં રહે છે.
- સસલા ૩૬૦ અંશને ખૂણે ચારે તરફ જોઈ શકે છે.
- સસલા ૩૦ થી ૩૫ કિલોમીટરની ઝડપે દોડે છે.
- સૌથી નાના સસલાની જાત નેધરલૅન્ડનું ડવાર્ફ રેબિટ માત્ર એક કિલો વજનનું હોય છે.
- સસલાની મૂછો તેના શરીરની પહોળાઈ જેટલી લાંબી હોય છે. એટલે મૂછીના આધારે કેટલી સાંકડી જગ્યામાંથી પસાર થઈ શકાય તે અગાઊથી જાણી શકે છે.
- સસલાના આગલા પગમાં પાંચ અને પાછલા પગમાં ચાર આંગળીઓ હોય છે.