- એક વાર્તા... બે ભાષામાં!
- Priyal C. Khakhi
પ્રિયલ અમદાવાદમાં રહેતી એક દયાળુ અને નમ્ર છોકરી હતી. જ્યારે તે ખૂબ નાની હતી ત્યારે તેનાં માતા-પિતાનું અવસાન થયું હતું. ત્યારબાદ તે તેનાં દાદી સાથે રહેવા માટે આફ્રિકા જતી રહી હતી.
પ્રિયલનાં દાદી પાસે એક મોટું વન્યજીવ સંરક્ષણ કેન્દ્ર (રિઝર્વ) હતું. તેઓ પ્રાણીઓને ખૂબ પ્રેમ કરતાં હતાં. દાદીની ઉંમર વધારે હોવાથી તેંડાઈ નામનો એક ઝૂ ટ્રેકર (પ્રાણીઓનું પગરું રાખનાર) એમને પ્રાણીઓની સંભાળ રાખવામાં મદદ કરતો હતો. તેંડાઈ બહાદુર, ઠાવકો હતો અને જંગલ વિશે બધું જ જાણતો હતો.
એક દિવસ પ્રિયલે દાદી અને તેંડાઈને રિઝર્વમાં જોવા મળેલા એક દુર્લભ સફેદ જિરાફ વિશે વાત કરતા સાંભળ્યાં. તેઓ માત્ર તેની ચર્ચા કરી રહ્યાં હતાં, પરંતુ આ રહસ્યમય પ્રાણી વિશે સાંભળીને પ્રિયલને ખૂબ જ ઉત્સુકતા થઈ.
પોતાના જન્મદિવસની રાત્રે, પ્રિયલે પોતાના બેડરૂમની બારીની બહાર કંઈક સફેદ-સફેદ હલતું જોયું. તેના હૃદયના ધબકારા વધી ગયા. તેને ખાતરી થઈ ગઈ કે તે પેલું દુર્લભ સફેદ જિરાફ જ છે. કોઈને પણ કહ્યા વગર તેણે વાઇલ્ડલાઇફ રિઝર્વમાં જઈને તેને શોધવાનું નક્કી કર્યું.
મોડી રાત્રે જ્યારે બધા સૂતા હતા, ત્યારે પ્રિયલ ચુપચાપ પથારીમાંથી ઊભી થઈ. એ રિઝર્વના દરવાજાનો પાસવર્ડ જાણતી હતી, કારણ કે તેણે તેંડાઈને ઘણી વખત દરવાજો ખોલતા જોયો હતો. ધીમેથી અને સાવધાનીપૂર્વક પ્રિયલે રિઝર્વમાં પ્રવેશ કર્યો.
થોડો સમય ચાલ્યા પછી પ્રિયલે અચાનક અંધારામાં બે લાલ આંખો ચમકતી જોઈ. તે ખૂબ ડરી ગઈ અને ત્યાં જ ઉભી રહી ગઈ. થોડી વારમાં એ પ્રાણી નજીક આવ્યું. પ્રિયલને સમજાયું કે તે તો એક 'વોટરબક' (એક પ્રકારનું હરણ) હતું. પ્રિયલે ઊંડો શ્વાસ લીધો, પોતાની જાતને શાંત કરી.
પછી તેણે તેંડાઈ વિશે વિચાર્યું અને પોતાની જાતને પૂછયુંઃ આવી સ્થિતિમાં એ શું કરશે? આ વિચારથી પ્રિયલને હિંમત મળી. તેણે ગભરાવાને બદલે સાવચેતીથી આગળ વધવાનું નક્કી કર્યું.
અચાનક પ્રિયલે જમીન પર એક મોટો સાપ પડેલો જોયો. સુરક્ષા માટે પ્રિયલે હાથમાં એક મજબૂત લાકડી પકડી હતી. તેણે સાપની નજીક જમીન પર હળવેથી લાકડી પછાડી, અને સાપ ઝાડીઓમાં સરકી ગયો.
થોડું વધુ ચાલ્યા પછી પ્રિયલના પગમાં સખત બળતરા થઈ. એક નાના સાપે તેને દંશ દીધો હતો. પ્રિયલ દર્દથી ચીસ પાડી ઉઠી અને નીચે પડી ગઈ. તે હવે સહેજ પણ હલનચલન કરી શકે તેમ નહોતી.
બરાબર ત્યારે જ, કંઈક જાદુઈ બન્યું.
અંધારામાંથી, પેલું દુર્લભ સફેદ જિરાફ ધીમેથી પ્રગટ થયું અને પ્રિયલની સામે આવીને ઊભું રહ્યું. તે શાંત અને સૌમ્ય દેખાતું હતું. પ્રિયલ એક ક્ષણ માટે પોતાનું દુઃખ ભૂલી ગઈ. આ સુંદર પ્રાણીને એ આશ્ચર્યભરી આંખોથી જોતી રહી. સફેદ જિરાફમાં એટલો પ્રભાવ હતો કે બીજું કોઈ હિંસક પ્રાણી પ્રિયલની નજીક ફરકી ન શક્યું.
થોડી જ વારમાં તેંડાઈ અને તેની દાદી ત્યાં આવી પહોંચ્યાં. તેમણે જોયું હતું કે પ્રિયલ એના બેડરૂમમાંથી ગુમ છે. એને શોધતાં શોધતાં તેઓ અહીં આવી પહોંચ્યાં હતાં. તેંડાઈએ ઝડપથી તેને દવા આપી અને તેને હેમેખેમ પાછા લઈ આવ્યાં.
થોડા સમય પછી પ્રિયલ સાજી થઈ ગઈ. તે દિવસથી, તે ધીરજ અને સુરક્ષાનું મહત્વ સમજી ગઈ. તેણે એ પણ શીખ્યું કે પ્રકૃતિ સુંદર છે, પરંતુ તેને હંમેશા માન આપવું જોઈએ.
...અને જ્યારે પણ પ્રિયલ રાત્રે તારાઓ સામે જોતી, એને તેને પેલા જાદુઈ સફેદ જિરાફની યાદ આવતી જેણે તેના જન્મદિવસ પર તેને બચાવી હતી!
Priyal and the White Giraffe
Priyal was a kind and gentle girl who lived in Ahmedabad. When she was very young, her parents passed away. After that, she went to Africa to live with her grandmother.
Her grandmother owned a large wildlife reserve and loved animals very much. Because she was old, a zoo tracker named Tendai helped her take care of the animals in the reserve. Tendai was brave, wise, and knew everything about the forest.
One day, Priyal heard her grandmother and Tendai talking about a rare white giraffe that had been seen in the reserve. They were only discussing it, but Priyal became very curious after hearing about the mysterious animal.
On the night of her birthday, Priyal noticed something white moving outside her bedroom window. Her heart started beating fast. She felt sure that it was the rare white giraffe. Without telling anyone, she decided to go into the wildlife reserve and find it.
Late at night, when everyone was asleep, Priyal quietly got out of bed. She knew the password of the reserve gate because she had seen Tendai open it many times. Slowly and carefully, she entered the reserve.
After walking for some time, Priyal suddenly saw two red eyes shining in the darkness. She felt very scared and stopped moving. Soon, the animal came closer, and she realized it was only a waterbuck. Priyal took a deep breath and calmed herself.
She then thought about Tendai and asked herself what he would do in such a situation. This thought gave her courage. She decided not to panic and walked ahead carefully.
Suddenly, Priyal saw a big snake lying on the ground. She was holding a strong stick for safety. She gently hit the ground near the snake, and it slithered away into the bushes.
After walking a little more, Priyal felt a sharp pain in her leg. A small snake had bitten her. She cried out in pain and fell down, unable to move.
Just then, something magical happened.
Out of the darkness, the rare white giraffe slowly appeared and stood in front of her. It looked calm and gentle. Priyal forgot her pain for a moment and watched the beautiful animal with wide eyes and wonder. The white giraffe had such a powerful presence that no other dangerous animal could even get close to Priyal while it was there.
Soon, Tendai and her grandmother arrived. They had noticed that Priyal was missing and had come searching for her. Tendai quickly gave her medicine and carried her safely back.
Priyal recovered after some time. From that day on, she understood the importance of patience and safety. She also learned that nature is beautiful—but it must always be respected.
And whenever Priyal looked at the stars at night, she remembered the magical white giraffe who had saved her on her birthday.


