- દરરોજ અર્જુન નવા કામ શીખતો ગયો અને ચતુર બનતો ગયો. એક દિવસ ગાય અને ભેંસ માટે ઘાસચારો કાપ્યો, બીજે દિવસે તે ગામના લોકો માટે પાણી ભર્યું. લોકો કહે, 'આ રાજકુમાર છે? પણ આપણા જેવી મહેનતથી કરે છે!'
- ક્રિષ્ના સખીયા
અમદાવાદની પ્રખ્યાત સ્કૂલમાં સાતમા ધોરણમાં ભણતી ક્રિષ્ના તેની પરીક્ષા પૂર્ણ થતાં તે ઉનાળાના વેકેશનમાં તેના પરિવાર સાથે તેના મામાના ઘરે અઠવાડિયા સુધી જાય છે. ક્રિષ્નાને એક નાનો ભાઇ હતો. ગોપાલ. તે સાડા ત્રણ વર્ષનો હતો અને બહુ ચંચળ.
એક શનિવારે બપોર પછી ક્રિષ્નાના મામાને કંઇ કામ ન હતું એટલે તે ક્રિષ્ના અને ગોપાલને તેના ગામમાં યોજાયેલા મેળામાં લઈ જાય છે.
મેળામાં બહુ ભીડ હતી એટલે ક્રિષ્ના અને ગોપીએ તેના મામાનો હાથ જોરથી પકડી લીધો. થોડું ચાલ્યા બાદ તેમણે ઘણી બધી ખાવા પીવાની, રમકડાંની અને પુસ્તકોની દુકાનો, રાઇડ્સ જોઈ. ગોપાલ અને ક્રિષ્ના એ આઈસક્રીમ ખાધું અને મામાએ લીંબુ સોડા પીધી. પછી ક્રિષ્ના અને ગોપાલ રાઇડ્સમાં બેસવાથી ડરતા હતા એટલે તેઓ રાઇડ્સમાં ન બેઠા. ગોપાલ તેના મામાનો હાથ પકડી રમકડાંની દુકાન પાસે લઇ આવ્યો અને તેણે એક નાની ગાડી અને ટ્રેકટર લીધું. મામાએ ક્રિષ્નાને પૂછયું કે તારે શું લેવું છે? ક્રિષ્ના એ કહ્યું- મારે એક વાર્તાની બુક લેવી છે.ધ પછી તેઓ પુસ્તકો ની દુકાન એ ગયા અને એક વાર્તાની બુક ખરીદી.
બીજે દિવસે રવિવારે સવારે ક્રિષ્ના અને ગોપાલ એ નાહી લીધું અને આછા તડકામાં તેના મમ્મી અને મામી સાથે મંદિરે ગયા. મંદિરેથી આવીને તેમણે નાસ્તો કર્યો અને પછી ક્રિષ્નાએ ગોપાલ ને ખાટલા પર બેસાડયો અને પોતે પણ તેની બાજુમાં બેસી ગઈ અને તેણે મેળા માંથી લીધેલી વાર્તાની બુક વાંચવાનું શરુ કર્યું અને પહેલી વાર્તાનું નામ હતું...
*****
રાજકુમાર અર્જુન અને જાદુઈ માવજત
અનંતગઢ ગામ. ભારત દેશના પ્રકૃતિમય ગામોમાંનું એક. અનંતગઢ એટલે ઊંચાં મેદાનો, સોનેરી મહેલ અને હરિયાળીથી ભરેલા અનેક ખેતરોનો પ્રદેશ. અહીંના રાજા ધીરસિંહનો પુત્ર હતો, અર્જુન. એક રમતી-કૂદતી ઉંમરનો, પણ બહુજ આળસુ રાજકુમાર.
સેવક (સવારના સમયે): 'રાજકુમાર સૂર્યોદય થઈ ગયો છે. આપની નાસ્તાની થાળી તૈયાર છે.'
અર્જુન (આંખે હાથ ઘસતાં): ઊંઘ તોડી નાખી! પહેલા નાસ્તો પલંગ પર લાવો. પછી મારા પગરખાં પણ પહેરાવો. આજે તો ચાલવાનું પણ મન નથી.
આમ, દરેક દિવસ અર્જુન એજ રીતે કહેતો. અર્જુનના પિતા રાજા ધીરસિંહ ચિંતિત રહેતા. તેઓ જાણતા હતા કે અર્જુન જો મહેનત નહીં કરે, તો અનંતગઢનું ભવિષ્ય ખતરામાં પડી શકે છે.
એક દિવસે મહેલમાં એક વૃદ્ધ ી આવી. વાળ સફેદ, હાથમાં લાકડી, આંખોમાં અજાણી ચમક અને મોઢા પર અનોખું હાસ્ય અને ચતુરાઈ.
સ્ત્રીએ રાજા ધીરસિંહ ને કહ્યું , 'મહારાજ, હું તમને એક વાત કહેવા આવી છું. હા, તે ચોક્કસ કડવી છે પણ સત્ય હકીકત છે. જો આપનો પુત્ર મહેનત નહીં કરે , તો ભવિષ્યમાં અનંતગઢ પર આપત્તિ આવશે અને જો મારી આ વાતથી તમને દુઃખ લાગ્યું હોય તો મને માફ કરી દેજો.'
રાજાએ ગંભીર અવાજમાં કહ્યું હું આ વાત જાણું છું અને મારું હૃદય પણ અ ેજ કહે છે. પણ આપણે શું કરી શકીએ? તમારી પાસે આ વાતનો કોઈ ઉપાય હોય તો જણાવો.'
સ્ત્રીએ હસતાં કહ્યું. 'મારી પાસે ઉપાય છે. માવજત. પણ એ જાદુઈ છે. રાજકુમાર તૈયાર હશે તો...'
રાજાએ કહ્યું - રાજકુમાર નહીં પણ હું તૈયાર છું. મારા પુત્રને સાચો માર્ગ બતાવવો પડે.ધ
અને એ જ રાતે, રાજાએ અર્જુનના જીવનમાં ફેરફાર લાવવાનો નિર્ણય લીધો અને રાજા ધીરસિંહ એ પોતાના પુત્ર રાજકુમાર અર્જુન માટે પેલી વૃદ્ધ સ્ત્રીના કહ્યા પ્રમાણે જ કર્યું.
બીજા જ દિવસે સવારે અર્જુન જાગ્યો અને ચોંકી ઉઠયો. મહેલ શાંત હતો. કોઈ સેવક ન હતો, ન નાસ્તો, ન કોઈ આરામ.
અર્જુને મોટા અવાજે કહ્યું, કોઈ છે? કાંઈ ખાવાનું છે? મારા કપડા ક્યાં છે? પણ કોઈ જવાબ ન મળ્યો.
અર્જુન પલંગ પરથી ઊભો થયો અને થોડું ચાલ્યો અને ત્યાં તેણે દરવાજા પાસે એક કાગળની ચિઠ્ઠી જોઈ. અર્જુને ચિઠ્ઠી ઉપાડી અને વાંચવા લાગ્યો-
'અર્જુન, આજથી અઠવાડિયા સુધી તારે બધું તારી જાતે મેળવવું પડશે અને તારે આજથી જ મહેનત કરીને કમાવવું પડશે.' અનંતગઢના રાજા ધીરસિંહ.અર્જુન ગુસ્સે થઈ ગયો.
અર્જુને મનમાં ને મનમાં કહ્યું : આ કોઈ મજાક છે? હું રાજકુમાર છું!'
પણ થોડી વાર વિચાર કર્યા બાદ તેના મનમાં ચિંતા થઈ. મહેનત સિવાય બીજો કોઇપણ ઉપાય નહોતો. ભૂખે પીડાતો એ મહેલની બહાર નીકળ્યો. ગામનાં ખેતરો સુધી પહોંચ્યો.
અર્જુને મનમાં દ્રઢ નિર્ણય કરી એક યુવાન ખેડૂત જગદીશને કહ્યું, 'જગદીશ કાકા, મને થોડું ખાવાનું આપો. હું રાજકુમાર છું.
પેલા યુવાન ખેડૂત જગદીશે રાજકુમાર અર્જુનને કહ્યું, 'બેટા રાજકુમાર ! અહીં બધાને મહેનત કરવી પડે છે. ખાવાનું જોઈએ? તો ચાલ, મને મારા આ ઘઉંના ખેતરમાં મદદ કરાવ!'
અર્જુન પહેલા મનમાં બબડી ઉઠયો. પણ તેની ભૂખે તો તેના મનના વિચારોને ઠોકરે ચડાવી. તેણે પહેલીવાર ખેતરમાં આટલું બધું કામ કર્યું. માટી ભરી, પાણી કાઢયું, ખાતર છાંટયું.
રાતે થાકીને જમીન પર કાંઈ ખાધા વગર ઊંઘી ગયો. આવું જીવન ક્યારેય માણ્યું ન હતું. પણ... તેના મનમાં એક અજાણી તૃપ્તિ
ઊભી થઈ.
આ રીતે દરરોજ અર્જુન નવા કામ શીખતો ગયો અને ચતુર બનતો ગયો. એક દિવસ ગાય અને ભેંસ માટે ઘાસચારો કાપ્યો, બીજે દિવસે તે ગામના લોકો માટે પાણી ભર્યું. લોકો કહે, 'આ રાજકુમાર છે? પણ આપણા જેવી મહેનતથી
કરે છે!
એક દિવસ, વાષક મેળામાં અર્જુન બાળકોને વાર્તા કહેતો જોવા મળ્યો.
અર્જુને બધા બાળકને કહ્યું - જ્યાં મહેનત છે ત્યાં સાચું સુખ છે. મહેલમાં આરામ હોય, પણ ખેતરમાં શ્રમ છે અને આનંદ છે!
સાતમા દિવસે સવારે અર્જુન જાગ્યો, અને તેને આશ્ચર્ય થયું તે પાછો મહેલમાં હતો! બધું પહેલાં જેવું, પણ હવે બધું અલગ લાગતું.
સેવકે અર્જુનને કહ્યું થ ધરાજકુમાર, નાસ્તો તૈયાર છે!'
અર્જુને શાંતિથી જવાબ આપ્યો થ ધરાહ જોવો. પહેલા હું મારી રીતે આ પથારી સાફ કરીશ અને નાસ્તો પણ હું લઇ આવીશ. હવે હું બેઠા બેઠા નહીં જીવું.'
રાજા ધીરસિંહ તેને દરવાજા પાછળથી જોતા હતા અને રાજકુમારના આવા વ્યવહારને જોઈને ખુશ થયા.
રાજા મન માં જ બોલી ઊઠયા થ ધમારા પુત્રને હવે મહેનતનું મહત્વ સમજાયું છે. હવે તે ખરેખર અનંતગઢનો સાચો વારસદાર બની ગયો છે.ધ
રાજાએ મનમાં જ પેલી વૃદ્ધ ીને ધન્યવાદ કહ્યા અને ચાલતા થયા.
એ દિવસથી અર્જુન માત્ર રાજમહેલનો રાજકુમાર ન રહ્યો. એ ધલોકોના રાજકુમારધ બની ગયો તેની મહેનતના કારણે.
*****
આ વાર્તા વાંચીને ક્રિષ્નાને તેના આઠમાં ધોરણમાં વધુ મહેનત કરીને સારું પરિણામ લાવવાનો બોધ મળ્યો અને તેણે તે જ દિવસે વધુ મહેનત કરવા દ્રઢ નિર્ણય કર્યો. આ વાર્તા ક્રિષ્ના ને સારી રીતે યાદ રહી ગઈ. પછી ક્રિષ્ના એ તેના મમ્મી અને મામી ને આ વાર્તા ફરીવાર મોઢે કહી.
બોધથ
મહેનત એ જ સાચી જાદુઈ માવજત છે જે આપણું મન, શરીર, વિચાર, ચારિર્ત્ય તેમને જીવનનો હેતુ બદલી શકે છે.
તો જિંગલ જિંગલ ઝગમગ વાંચતા બાળમિત્રો આપણે પણ રાજકુમાર અર્જુનની જેમ મહેનતનું મહત્ત્વ સમજીને મહેનત કરીએ અને સફળતા મેળવીએ.


