શિયાળામાં પૌષ્ટિક વસાણા ખાવાની આપણીપરંપરા છે. વસાણા એટલે અડદિયો, મેથીપાક, ગુંદર પાક જેવી વાનગીઓ.
ગુંદર પણ ખાઈ શકાય તે જાણીને નવાઈ લાગે પરંતુ ગુંદર પણ શક્તિદાયક ખાધ છે. આપણે ખાઈ શકીએ તેવી ગુંદરબાવળના વૃક્ષના થડમાંથી નિકળે છે. બાવળ ગામડામાં કે વનવગડામાં આપમેળે ઉગી નિકળતું વૃક્ષ છે. તે પાંચથી દસમીટર ઊંચુ અને ભરચક કાંટાવાળુ હોય છે. તેને પીળા રંગના ફૂલ આવે છે. તેમાં શિંગ જેવા ફળ બેસે છે. બાવળનું લાકડુ મજબૂત હોય છે. બાવળના થડ ઉપર ચીકણો પ્રવાહીરૂપે ગુંદર નીકળતો હોય છે. ગુંદર માટે બાવળની ખેતી પણ કરવામાં આવે છે.


