પ્લાસ્ટિક અને પ્રદૂષણ .
- પ્લાસ્ટીકનો કચરો કાયમી પ્રદૂષણ કરે છે. પ્લાસ્ટીકનો સામાન્ય કપ જમીનમાં ૫૦ થી ૮૦ વર્ષેય નાશ પામતો નથી.
- એકલા અમેરિકામાં જ દર કલાકે ૨૫ લાખ પ્લાસ્ટીકની બોટલ વપરાય છે.
- સમુદ્રમાં ફેંકેલા પ્લાસ્ટીકના કચરાને કારણે દર વર્ષે ૧૦ લાખ જેટલા સમુદ્રી જીવોનાં મોત થાય છે.
- મહાસમુદ્રોમાં દર વર્ષે પ્લાસ્ટીકનો લગભગ ૨૫ અબજ કિલો કચરો ઠલવાય છે.
- માછીમારના ઉદ્યોગો દર વર્ષે ૧૫૦૦૦ ટન પ્લાસ્ટીકનો કચરો સમુદ્રમાં ઠાલવે છે.
- આજ સુધીમાં વિશ્વભરમાં બનેલું બધું જ પ્લાસ્ટીક હજીય અસ્તિત્વમાં છે.