ગ્રહો ગોળાકાર હોય છે, તો લઘુગ્રહો કેમ નહીં ?
સૂર્યની આસપાસ પ્રદક્ષિણા કરતાં બધા જ ગ્રહો દડા જેવા ગોળ હોય છે ગ્રહો સૂર્યમાંથી છૂટા પડતી વખતે પ્રચંડ વેગથી ફરતા હોવાથી ગોળાકાર બન્યા છે. પરંતુ લઘુગ્રહો ગમે તે આકારના હોય છે. મંગળ અને ગુરુની વચ્ચે લાખો લઘુગ્રહો સૂર્યની પ્રદક્ષિણા કરે છે. ખગોળશાસ્ત્રીઓએ કેટલાક લઘુગ્રહોનો અભ્યાસ કર્યો છે. ૧૦૦ કિલોમીટરથી મોટા કદના લગભગ ૨૦૦ લઘુગ્રહો નજરે પડયા છે. તે બધા ગોળાકાર નથી પણ પથ્થર તૂટીને અનિયમિત આકારના બનેલા ટુકડા છે.
વિજ્ઞાાનીઓએ કેટલાક લઘુગ્રહને નામ આપ્યા છે. લઘુગ્રહો અવકાશી પદાર્થની અથડામણથી તૂટી ગયેલા ખડકો છે. આઈડા નામનો લઘુગ્રહ ચોરસ છે. વેલ્સ અને પલ્લાસ ૫૦૦ કિલોમીટર મોટા પથ્થરનાં ખડક જેવા છે. લઘુગ્રહોનું કંઈ નક્કી નહી ક્યારે પણ એકબીજા સાથે અથડાઈને વધુ નાના ટૂકડા થઈ જાય.