પૃથ્વીની બહેન તરીકે ઓળખાતો ગ્રહ : શુક્ર
આકાર અને વજનમાં પૃથ્વી સાથે સામ્યતા ધરાવતા ગ્રહ શુક્રને પૃથ્વીની બહેનની ઓળખ મળી છે.
શુક્ર પૃથ્વીની સૌથી નજીકનો ગ્રહ છે.
શુક્રના ઇવનિંગ સ્ટાર, શુક્રતાર વગેરે નામ છે. તે પૃથ્વી પરથી નરી આંખે દેખાય છે.
શુક્રના વાતાવરણમાં ૯૦ થી ૯૫ ટકા કાર્બન ડાયોક્સાઇડ છે.
શુક્રને કોઈ ઉપગ્રહ નથી.
શુક્ર પર દિવસ અને રાતનું તાપમાન સરખું રહે છે.
શુક્ર સૂર્યની પ્રદક્ષિણા ૨૨૫ દિવસમાં પુરી કરે છે.
શુક્રની આસપાસ સલ્ફ્યુરિક એસિડથી થયેલા વાદળો છે.
શુક્રને અંગ્રેજીમાં રોમન દેવી વિનસનું નામ મળેલું છે.
શુક્રની સપાટી પર હંમેશ ૪૬૨ સેન્ટીગ્રેડ જેટલું તાપમાન રહે છે.
શુક્ર પોતાની ધરી પર ૨૪૩ દિવસમાં એક ચક્ર પૂરું કરે છે. એટલે તેનો એક દિવસ તેના વર્ષ કરતાં મોટો હોય છે.