બીજા પક્ષીઓને લૂંટી લેનારા ચાંચિયા : ફ્રિગેટ બર્ડ
મોટા શિકારી પક્ષીઓ નાના પક્ષીઓનો શિકાર કરે પરંતુ અહિંસક પક્ષીઓ મોટે ભાગે સંપીને રહેતા હોય છે. બીજા પક્ષી પર હુમલો કરી તેનો ખોરાક ઝૂંટવી લેવાની વૃત્તિ ધરાવતા પક્ષીઓ પણ જોવા મળે તેમાં દક્ષિણ આફ્રિકાના ફ્રિગેટ બર્ડ વિખ્યાત છે.
દરિયાકિનારે રહેતા ફ્રિગેટ બર્ડ બીજા પક્ષીની ચાંચમાંથી ખોરાક ઝૂંટવી લેવામાં નિષ્ણાત છે. લાંબી ચાંચ, લાંબી પાંખ અને લાંબી પૂંછડી વાળા આ પક્ષીનું પેટ લાલ રંગના બલૂનની જેમ ફુલેલું હોય છે. શરીર પર કાળા રંગના પીંછા હોય છે.
વિચિત્ર દેખાવના આ પક્ષીની પાંખ બે મીટર જેટલી ફેલાય પરંતુ ઊડી શકતા નથી, પાણીમાં તરી શકતા નથી કે જમીન પર સરખું ચાલી શકતા પણ નથી. તે ઝાડની નીચેની ડાળી પર ગમે તેવો માળો બાંધી લે છે. બધી રીતે નબળા આ પક્ષી વિચિત્ર દેખાવને કારણે ઝૂમાં આકર્ષણનું કેન્દ્ર બને છે.
આ પક્ષી છીછરા પાણીમાંથી માછલીનો શિકાર કરે છે. તે ઉપરાંત બગલા જેવા પક્ષીઓની ચાંચમાંથી ઝડપ મારીને શિકાર ઝૂંટવી લે છે.