પેન ડ્રાઈવની ટેકનિક .
ડેટાના સંગ્રહ અને હેરાફેરી માટે પેન ડ્રાઈવ જાણીતું સાધન છે. પેન ડ્રાઈવ પળવારમાં જ ડેટાની હેરાફેરી કરે છે. પિત્તળની બે પટ્ટીઓ સમાંતર જોડેલી હોય તેવું દેખાવમાં સાદુ આ સાધન આટલુ મોટું કામ કઈ રીતે કરે છે તે પણ જાણવા જેવું છે.
પેન ડ્રાઈવમાં થતી પ્રક્રિયા સંપૂર્ણ ઇલેક્ટ્રોનિક છે અને માત્ર વીજ પ્રવાહથી જ તે કામ કરે છે. આ મેમરીને ફ્લેશ મેમરી કહે છે. પેન ડ્રાઈવમાં દેખાતી પિત્તળની બે પટ્ટીઓમાં બબ્બે ટ્રાન્ઝિસ્ટરનાં કોલમ હોય છે. ટ્રાન્ઝિસ્ટરની ઉપલી કોલમને ફલોટિંગ ગેર અને નીચલી કોલમ કન્ટ્રોલ ગેર છે. પેન ડ્રાઈવ કમ્પ્યુટરમાં જોડાય ત્યારે તેના ૧૦ વોલ્ટનો વીજપ્રવાહ વહે છે. આ સમયે ફુલોટિંગ ગેટના ટ્રાન્ઝિસ્ટર ઇલેકટ્રોન ગનનું કામ કરે છે. ડેટાના પ્રમાણમાં તેમાં વીજપ્રવાહની વધધટ થાય છે અને તે તરત સેન્સરમાં નોંધાય છે. આ વીજપ્રવાહની વધઘટની નોંધ એ જ ડેટાનો સંગ્રહ, પેન ડ્રાઈવમાં ડિસ્ક કે રિડર હોતાં નથી, બધા જ કામ ટ્રાન્ઝિસ્ટર કરે છે. આ ટ્રાન્ઝિસ્ટર નજરે ન દેખાય તેવા સૂક્ષ્મ હોય છે. કન્ટ્રોલ ગેર માહિતી ઉપર અંકુશ રાખી નિયમિત કરે છે. સામાન્ય રીતે પેન ડ્રાઈવમાં બેથી માંડીને બત્રીસ જીબીનો ડેટા સંગ્રહ થઈ શકે છે. ઇલેક્ટ્રોનિક યુગમાં આ હાથવગું સાધન ખૂબ જ ઉપયોગી સાબિત થયું છે.