Get The App

શાંતિનો માર્ગ .

Updated: Mar 13th, 2026

GS TEAM

Google News
Google News
શાંતિનો માર્ગ                                             . 1 - image

- એક વાર્તા... બે ભાષામાં!

- Chandrakant Pathik

- 'દિશા વગરની સાચી આઝાદી કોઈ કામની નથી. દરિયા વગરની નાવ મુક્ત છે પણ એનો અર્થ ખરો?  તું ધબકતું રહ્યું છે, પણ શાંતિ અને સલામતી ખોઈ બેઠું છે.'  

એક ભવ્ય જંગલ હતુંત પંખીઓના કલરવથી, જીવજંતુઓની મોજથી અને હરિયાળી વનસ્પતિથી ભરેલું.  એ જંગલમાં એક સુંદર ઉત્સાહી, ઉછાળભર્યું અને ઝડપથી દોડનાર હરણ હતું. નામ એનું મંગળ.

મંગળ અતિશય તેજસ્વી હતું. એ દરરોજ દોડતું, કૂદતું અને નવાનવા માર્ગો શોધતું. એ બીજા હરણોથી અલગ જ પ્રકારનું હતું. જયારે બીજાં શાંતિથી ઊભાં હોય અથવા જુથમાં ચરતાં હોય ત્યારે મંગળ જંગલના ખૂણે ખૂણે શોધખોળ કરતુ જોવા મળે.

 'હું એકદમ અલગ છું!' એ ઘોષણા કરતું, 'મારે કોઈની સાથે નિસ્બત રાખવી નથી, હું આઝાદ છું... હા, આઝાદ!'

પણ હકીકતમાં તો તે આંતરિક રીતે એકલતા અનુભવી રહયું હતું.  દરરોજ સવારે નવો દિવસ શરૂ થાય, ત્યારે એ નવી દિશા તરફ અને નવા માર્ગ તરફ દોડવાનું ચાલુ રાખેત પણ અંદરથી બધુંય ખાલીખમ!

એક દિવસ 'મંગળ' એક ઊંચા પર્વત તરફ દોડી ગયું.  રસ્તો કઠિન હતોત વાડીઓ ઊંડી હતી, અને ઝાડીઓ ઘનઘોર હતી.  અચાનક એક વૃક્ષની ઘટા વચ્ચે તે અટવાઈ ગયોત એનાં પગ નીચે કાદવમાં ફસાઇ ગયા અને શિંગડાં વૃક્ષની ઘટાઓમાં ભરાઈ ગયા.  'મંગળ' હમણાં સુધી તો આઝાદીનું ગીત ગાતો હતો અને હવે તો જંગલમાં ફસાઇ ગયો હતો.

 એણે બૂમ શરૂ કરી- 'મારે મદદની જરૂર છે...હું મંગળ છુંત...હું ઝાડીમાં ફસાઇ ગયો છું.  મને બચાવો...બચાવો...'

 એજ સમયે એક હળવા પગલાં સંભળાયા.  એ હતું એક વયોવૃધ્ધ હરણ.  એ ખૂબ શાંત હતું અને આંખોમાં અનુભવનો પ્રકાશ હતો, એનું નામ હતું- હર્લન.

'મંગળ, તું અહીં કેમનો?'

'હું આઝાદ થવા માગતો હતો, પણ અત્યારે તો હું ફસાઇ ગયો છું,' મંગળ ધીરજ ગુમાવતું  હતું .

હર્લને હળવા હાસ્ય સાથે કહ્યું, 'દિશા વગરની સાચી આઝાદી કોઈ કામની નથી. દરિયા વગરની નાવ મુક્ત છે પણ એનો અર્થ ખરો?  તું ધબકતું રહ્યું છે, પણ શાંતિ અને સલામતી ખોઈ બેઠું છે.'  

હર્લને મંગળના પગ પાસે જઈને જંગલી વેલામાંથી તેને મુક્ત કર્યું.  ત્યાંથી બંને હરણો ચાલતાં ચાલતાં એક ઝરણા પાસે પહોચ્યાં. પાણી ઠંડું હતું. પક્ષીઓ બૂમો પાડતાં હતાં.

 હર્લને કહ્યું, 'મંગળ, દોડવું ખરાબ નથી, પણ દિશા વગર દોડવું એ ખતરો છે.  તેથી આપણે તો આવી પ્રાર્થના કરવાની જરૂર છે...

હે ઇશ્વર, મને તમારો માર્ગ બતાવો.  એ માર્ગ કે જેમાં મને શાંતિ અને માફી મળી જાય.'

 'હે ઈશ્વર, તમારો માર્ગ મને બતાવોત

તમારા રસ્તા વિષે મને શીખવો.

તમારા સત્યમાં મને ચલાવો, અને તમે મને શીખવો,

કેમ કે તમે મારા તારણના ઈશ્વર છો.'

 મંગળનો નિત્યક્રમ હવે બદલાઈ ગયો.  તે દરરોજ સવારે વહેલો જાગતો અને પ્રાર્થના કરતો.  પછી જ દોડવા જતો હતો.  તે હવે જાણતો થયો કે, શાંતિ એ અંતરનું સ્થાન છે.  દોડવું જરૂરી છે, પણ ધ્યેય અને દિશા સાથે!

બોધ

હમણાની દુનિયામા ઊર્જા અને ગતિ ખૂબ છે, પણ દિશા ઈશ્વરના માર્ગ તરફની ના હોય તો એ ગતિ ધૂંધળી પડે છે.  સાચી આઝાદી એ છે કે આપણે ઈશ્વરને આપણા માર્ગદર્શક બનાવીને જીવીએ. દૃઢ મનવાળાને તમે શાંત જ રાખશોત કેમકે તેનો ભરોસો તમારા પર છે. 

Path of Peace

"True freedom without direction is of no use. A boat without the sea is free, but does it have any meaning? You are pulsating with life, but you have lost peace and safety."

There was a magnificent forest; filled with the chirping of birds, the joy of insects, and lush green vegetation. In that forest, there was a beautiful, energetic, bouncy, and fast-running deer; his name was Mangal.

Mangal was extremely bright. Every day he would run, jump, and discover new paths; he was a different kind from the other deer. While others would stand peacefully or graze in a group, Mangal would be seen exploring every corner of the forest.

"I am completely different!" he would declare. "I don't want anything to do with anyone; I am free; yes, free!" But in reality, he was feeling lonely within. Every morning when a new day began, he would continue running toward a new direction and a new path; but inside, everything was empty!

One day 'Mangal' ran toward a high mountain. The way was difficult; the valleys were deep, and the bushes were dense. Suddenly, he got stuck amidst the thicket of a tree; his feet got trapped in the mud below and his horns got caught in the branches of the tree. Until now, 'Mangal' was singing the song of freedom, and now he was trapped in the forest.

He started shouting: "I need help; I am Mangal; I am stuck in the bushes. Save me... save me..."

At that very moment, light footsteps were heard. It was an elderly deer. He was very calm and the light of experience was in his eyes; his name was Harlan. "Mangal, why are you here?"

"I wanted to be independent, but right now I am trapped," Mangal was losing patience. Harlan said with a gentle smile: "True freedom without direction is of no use. A boat without the sea is free, but does it have any meaning? You are pulsating with life, but you have lost peace and safety."

Harlan went near Mangal’s feet and freed him from the wild vines. From there, both deer reached a stream while walking; the water was cold; the birds were calling out.

Harlan said: "Mangal, running is not bad, but running without direction is a danger. Therefore, we need to pray like this: 'O God, show me Your path. That path in which I may find peace and forgiveness.'"

"Show me your ways, Lord; teach me your paths. Guide me in your truth and teach me, for you are God my Savior." 

Mangal's routine now changed. Every morning he would wake up early and pray. Only then would he go to run. He now came to know that peace is a place within the heart. Running is necessary, but with a goal and direction!

Moral

In today's world, there is much energy and speed, but if the direction is not toward God's path, then that speed becomes blurred. True freedom is to live by making God our guide.

"You will keep him in perfect peace, whose mind is stayed on You, because he trusts in You."