- એક વાર્તા... બે ભાષામાં!
- Harish Nayak
- આ બોગદાને કૃત્રિમ રૂપે કોઈ જ ટેકાઓ અપાયા નથી. ગાડી જતી હોય ત્યારે જે પોલાણ જરૂરી છે, એ કુદરતી છે. નક્કર પોલાણના વૈજ્ઞાાનિક નિયમોને એ બાંધકામ આધિન છે.
ટ પાલ ટિકિટ એક વિજ્ઞાાન છે, સાબિતી છે, સાહિત્ય છે, સંસ્મરણ છે, સંગ્રહાલય છે. ટિકિટનો શોખ વિદ્યાર્થીને જ્ઞાાન સમૃદ્ધ બનાવી શકે છે.
આવો આજે તમને એક પુલની ટિકિટની વાત કરીએ. મેની પહેલી તારીખ, ૧૯૯૮નું વર્ષ. ભારત સરકારે કોંકણ રેલવે રાષ્ટ્રને સમર્પિત કરી દીધી.
એ રેલવેની ઘણી વિશેષતાઓ છે. ખાસ તો એ રેલવેના બંધાવવા માટે એક ખાસ અલાયદી સરકારી કંપની નીમવામાં આવી. જેનું નામ છે કોંકણ રેલવે કોર્પોરેશન ઓફ ઇન્ડિયા લિમિટેડ.
એ રેલવેનું ૧૯૯૦થી જ જોડાણ રહ્યું મહારાષ્ટ્ર, ગોવા, કર્ણાટક રાજ્યો સાથે.
એ રેલવેના રેલમાર્ગમાં બાણું જેટલા ટનલ-બોગદાઓ આવે છે.
એમાંથી સૈહાદ્રી પર્વતમાળામાંથી કોરી કાઢેલ એક બોગદા તો ૬.૫ કિલોમીટર જેટલો લાંબો છે. મહારાષ્ટ્રની સૈહાદ્રી પર્વતમાળાનો આ સહુથી વિકટ અને લાંબો બોગદા છે.
ભારતભરનાં તમામ બોગદાઓથી એ સર્વોત્તમ છે. એનું કારણ એ છે કે એ બોગદાને કૃત્રિમ રૂપે કોઈ જ ટેકાઓ અપાયા નથી. ગાડી જતી હોય ત્યારે જે પોલાણ જરૂરી છે, એ કુદરતી છે. નક્કર પોલાણના વૈજ્ઞાાનિક નિયમોને એ બાંધકામ આધિન છે.
એશિયા ભરના સહુથી લાંબા અને સહુથી ઊંચા પુલનું નિર્માણ આ જ રેલવે પર થયેલું છે. રત્નાગિરિ નજીકના અદ્ભૂત પનવેલ-નદી-પુલને 'માનો યા ન માનો'માં સ્થાન મળ્યું છે. આ પુલની ઊંચાઈ ૬૪ મીટર જેટલી છે. તે જેના પર ઊભો છે એ વિશાળ થાંભલા અષ્ટકોણી છે અને પોલાં છે. પૂર વેગમાં જતી ધમધમતી ટ્રેઈનની ધુ્રજારીને સહન કરવાની આ થાંભલામાં પૂરતી તાકાત છે.
પુલના એક છેડેથી બીજા છેડેનું સંધાણ સતત એકસરખું અને પૂર્ણ રીતે સુરક્ષિત છે.
દુનિયાભરમાં 'ઇન્ક્રીમેન્ટલ લોન્ચીંગ સિસ્ટમ' નામની નવી જ ભારતીય વૈજ્ઞાાનિક પદ્ધતિથી આ પુલનું નિર્માણ થયું છે. ગુજરાતીમાં જેનું 'પૂરક પ્રેરક પદ્ધતિ' જેવું નામ આપી શકીએ.
કોંકણ રેલવેનો પ્રવાસ કરો ત્યારે આ પુલનું જરૂર ધ્યાનથી નિરીક્ષણ કરજો. જોવા જેવી તો આખી રેલવે જ છે. વિશ્વભરના રેલ-ઈજનેરો એ રેલમાર્ગ જોવા આવે છે.
અને પનવેલ-નદી-ખીણ-પુલ તો એવો અજબગજબનો છે કે ૧૯૯૮માં મોટી ટિકિટ બહાર પાડી છે. ટપાલખાતાની અનેક ટિકિટોમાં પણ આ ટિકિટનું અલાયદું સ્થાન છે.
બાળમિત્રો ! મળી શકે તો મેળવીને આ પુલ, આ રેલ, આ ટિકિટ જરૂર સંઘરી રાખશો.
ક્યારેક આપણો દેશ અને આપણા ઈજનેરો પણ એવી કમાલ કરે છે કે દુનિયાને તે જોવા માણવા અનુસરવા આવવું જ પડે !
કોંકણ રેલ તથા પનવેલ-નદી-ખીણ-પુલને તમે પૂરા વિશ્વાસ સાથે બીજા તાજમહાલનું નામ આપી શકો છો !
નદી પરનો તાજ, દોડતો તાજ, અધ્ધર તાજ, તાજથી સવાયો તાજ.
Panvel-River-Valley Bridge
No artificial supports were used inside this tunnel-only the natural rock provides the required strength for trains to pass safely.
P ostage Stamp. A stamp is a kind of science, a piece of evidence, literature, a memory, and also a small museum. Stamp collecting can make a student knowledgeable and wise.
Come, today let me tell you about a stamp featuring a bridge.
It was 1st May, 1998. On this day, the Government of India dedicated the Konkan Railway to the nation.
This railway has many special features. One of the biggest features is that a separate government company was created just to build it. Its name is the Konkan Railway Corporation of India Limited.
The railway line connects Maharashtra, Goa, and Karnataka, and this work had started back in 1990.
There are around 80 tunnels on this railway route.
One of them, carved through the Sahyadri mountain range, is almost 6.5 kilometers long. It is the longest and most difficult tunnel in Maharashtra's Sahyadri mountains.
It is also one of the very best tunnels in all of India. The reason is that no artificial supports were used inside this tunnel-only the natural rock provides the required strength for trains to pass safely. The construction follows strict scientific rules about natural support systems.
Asia's longest and highest railway bridge was also built on this route.
The amazing Panvel-River Bridge near Ratnagiri has been featured in the "Believe It or Not" list. The bridge is about 64 meters tall. The huge pillar on which it stands is octagonal in shape and hollow inside. It is strong enough to withstand the shaking of a fast-moving train.
The connection from one end of the bridge to the other is smooth, uniform, and completely safe.
This bridge was built using a new Indian engineering method called the "Incremental Launching System," which in Gujarati we may call a "supplementary pushing method."
When you travel on the Konkan Railway, do observe this bridge carefully. In fact, the entire railway route is worth seeing. Rail engineers from all over the world visit to study this railway line.
And the Panvel-River-Valley Bridge is so unique that a special large-sized postage stamp was issued in 1998 to honor it.
Among many postal stamps, this one holds a special place.
Children! If you ever get a chance, collect this bridge, this railway, and this stamp-they are worth keeping.
Sometimes our country and our engineers create such wonders that the whole world has to come, admire, and learn from us!
You can very confidently call the Konkan Railway and the Panvel-River-Valley Bridge the second Taj Mahal.
The Taj on the river, the running Taj, the half-suspended Taj, the Taj that is even greater than the Taj!


