- અંગ્રેજોને થાપ આપી તેઓ છટકી ગયા. પોતાના દળનું વિસર્જન કરી તેઓ હવે સ્વયં ઈરાની સેનામાં સામેલ થઈ ગયા. ૧૯૧૯માં ઈરાની સેનાએ આત્મસર્મપણ કર્યું તો ખાનખોજે ત્યાંથી નાસી છૂટીને મુંબઈ પહોંચી ગયા.
પાંડુરંગ સદાશિવ ખાનખોજે મહારાષ્ટ્રના નાગપુરના વતની હતી. બાળપણથી જ તેઓ ઉગ્ર વિચારો ધરાવતા હતા. લોકમાન્ય ટિળક પાસેથી ક્રાંતિની દીક્ષાલઈને ત ેઓ બોમ્બ બનાવવાનું શિક્ષણ લેવા ચીન અને જાપાન જઈ ચડયા પરંતુ તેમને માત્ર વિસ્ફોટક પદાર્થના જ્ઞાાનથી સંતોષ ન થયો. તેમણે સૈન્ય-વિજ્ઞાાન અને યુદ્ધકલામાં પારંગત થવું હતું. આ પ્રકારનું શિક્ષણ સ્વાધીન અમેરિકામાં જ શક્ય છે એમ માની તેમણે અમેરિકાની વાટ પકડી. ત્યાં એમણે કેટલીયે મુશ્કેલી વેઠી અમેરિકન મિલિટ્રી અકાદમીમાં પ્રવેશ મેળવ્યો. સૈન્ય અનુશાસનનું સૂક્ષ્મ જ્ઞાાન પ્રાપ્ત કરી તેનું મહ્ત્તવ સમજ્યું. યુદ્ધ સંબંધી ગૂઢ રહસ્યોનું જ્ઞાાન મેળવવા તેમણે અમેરિકન નાગરિકત્વ પ્રાપ્ત કર્યું. જો કે આ બાબતે એમને સફળતા ન મળી.
૧૯૧૦માં તેમણે સૌહનસિંહ ભકનો સાથે મળીને 'ભીરતીય સ્વાધીનતા સંઘ'ની સ્થાપના કરી. મોટા હિત માટે નાના હિતના ત્યાગનો સિદ્ધાંત અપનાવી પોતાની સંસ્થાનો સદર પાર્ટીમાં વિલય કરી દીધોે. ૧૯૧૧માં વિષ્ણુ ગણેશ પિંગળે સાથે મળીને ગદ્રપાર્ટીનો પ્રહર વિભાગ શરૂ કર્યો. સાથે સાથે મિનિસોટા વિશ્વવિદ્યાલયમાં કૃષિ વિભાગમાં સંશોધન પણ કરતા રહ્યા. પાર્ટી તરફથી ભારત જવાનો આદેશ થતાં તેઓ ભારત જવા નીકળ્યા. પરંતુ રસ્તામાં રાન પાસે પકડાયા અને છટક્યા. ઈરાની એ ભારતીય સૈનિકોની મદદથી પોતાનું દળ ઊભું કર્યું. અંગ્રેજી સેના સામે તેનું યુદ્ધ થયું.જેમાં તેઓ ઘાયલ થયા. અંગ્રેજ સેનાને હાથે પકડાયા. પરંતુ ફરીથી અંગ્રેજોને થાપ આપી છટકી ગયા. પોતાના દળનું વિસર્જન કરી તેઓ હવે સ્વયં ઈરાની સેનામાં સામેલ થઈ ગયા.
૧૯૧૯માં ઈરાની સેનાએ આત્મસર્મપણ કર્યું તો ખાનખોજે ત્યાંથી નાસી છૂટીને મુંબઈ પહોંચી ગયા. પરંતુ રુસમાં રહીને કશું નક્કર કામ થઈ શકે એમ નથી એવું લાગતાં ત્યાંથી તેઓ બર્લિનમાં આવી ચડયા. બર્લિનમાં ભારતીય વિદ્યાર્થીઓની એક સંસ્થા સ્થાપી. ત્યાં અમેરિકા પણ વિશ્વયુદ્ધમાં કૂદી પડયું. ભારતીય ક્રાંતિકારીઓ માટે હવે મેક્સિકો એક જ સુરક્ષિત રહ્યું હતું. મેક્સિકોમાં તેઓ કૃષિ વિજ્ઞાાનના અધ્યાપક બન્યા. લગ્ન પણ ત્યાં જ કર્યાં. પિતાની બીમારી વખતે એમણે બ્રિટિશ સરકાર પાસે ભારત આવવાની મંજૂરી માંગી પણ ન મળી. ભારત સ્વતંત્ર થયું ત્યાં સુધી તેમણે દેશવટો ભોગવવો પડયો. ૧૯૪૯માં તેઓ સપરિવાર સ્વદેશ પરત થયા. ઠેર ઠેર સ્વાગત કરવામાં આવ્યું. ભારત સરકારે તેમનું કૃષિ પંડિતના રૂપમાં સન્માન કર્યું. ૧૯૬૭માં આ ક્રાંતિકારીનું નાગપુર ખાતે
અવસાન થયું.
- જિતેન્દ્ર પટેલ


