Get The App

આપણા સ્વાતંત્ર્ય નાયકો : મેડમ કામા

Updated: May 1st, 2026

GS TEAM

Google News
Google News
આપણા સ્વાતંત્ર્ય નાયકો : મેડમ કામા 1 - image

- લંડનમાં રહીને ક્રાંતિકારી પ્રવૃત્તિ કરવી શક્ય નહોતી. મેડમ કામા ત્યાંથી પેરિસ જતા રહ્યાં. પેરિસમાં એ વખતે પ્રખર ક્રાંતિકારી સરદારસિંહ રાણા રહેતા હતા. પછીથી વીર સાવરકર પણ ત્યાં આવીને વસ્યા. આ અરસામાં જ જર્મનીમાં બીજી આંતરરાષ્ટ્રીય સમાજવાદી કોંગ્રેસ મળી.

જર્મની ખાતે મળેલી બીજી આંતરરાષ્ટ્રીય સમાજવાદી કોંગ્રેસમાં પ્રથમવાર ભારતીય સ્વતંત્રતાનો ધ્વજ લહેરાવનારા મહિલા ક્રાંતિકારી મેડમ કામા મુંબઈનાં વતની હતાં. સમૃદ્ધ ઘરમાં જન્મેલાં આ પારસી સન્નારી નાનપણમાં ખૂબ લાડકોડમાં ઊછરેલાં. તેમનો સ્વભાવ એકદમ સ્વતંત્ર મિજાજી. સમજણાં થયાં ત્યારથી અંગ્રેજ સરકારને ધિક્કારવા માંડયાં હતાં. દીકરી ક્રાંતિના માર્ગે વળી જાય તે પહેલાં પિતાએ એને પરણાવી દેવાનું યોગ્ય માન્યું. મુંબઈના ખ્યાતનામ વકીલ કે આર કામા સાથે તેનાં લગ્ન કરાવી દીધાં. મિસ્ટર કામા અંગ્રેજનિષ્ઠ હતા, જ્યારે મેડમ કામા અંગ્રેજોના ઘોર વિરોધી. આ કારણસર એમના દામ્પત્ય જીવનમાં ચકમક ઝરવા માંડી. આ અરસામાં જ મુંબઈમાં પ્લેગ ફાટી નીકળ્યો. મેડમ કામા પોતાના જીવનની પરવા કર્યા વગર લોકોની સેવા કરવા નીકળી પડયાં. બદલામાં ખુદ પ્લેગનાં રોગનો ભોગ બની ગયાં. આ રોગની એમના પર એવી અસર થઈ કે ભારતમાં તેની સારવાર શક્ય ન બનતાં લંડન લઈ જવા પડયાં. એ વખતે દાદાભાઈ નવરોજી લંડનમાં રહેતા હતા. મેડમ કામા તેમના અંગત મદદનીશ બન્યાં. અહીં તેઓ અનેક ક્રાંતિકારીઓના પરિચયમાં આવ્યાં. શ્યામજી કૃષ્ણ વર્મા દ્વારા પ્રસ્થાપિત ઇન્ડિયન સોશિયોલોજીસ્ટમાં તેઓ લેખ લખવા માંડયાં. પરંતુ લંડનમાં રહીને ક્રાંતિકારી પ્રવૃત્તિ કરવી શક્ય નહોતી. મેડમ કામા ત્યાંથી પેરિસ જતા રહ્યાં. પેરિસમાં એ વખતે પ્રખર ક્રાંતિકારી સરદારસિંહ રાણા રહેતા હતા. પછીથી વીર સાવરકર પણ ત્યાં આવીને વસ્યા. આ અરસામાં જ જર્મનીમાં બીજી આંતરરાષ્ટ્રીય સમાજવાદી કોંગ્રેસ મળી. મેડમ કામાએ સરદારસિંહ રાણા અને વીરેન્દ્ર ચટ્ટોયાધ્યાય સાથે મળીને પ્રથમવાર ભારતીય સ્વતંત્રતાનો ઝંડો લહેરાવ્યો. આ પગલાંથી મેડમ દેશવિદેશમાં પ્રસિદ્ધ થઈ ગયાં. ભારતની સ્વતંત્રતા માટે તેઓ હવે અમેરિકા ગયાં. ત્યાં અનેક જગ્યાએ તેમણે પ્રવચન આપ્યાં. ત્યાંથી પાછા લંડન આવ્યાં. ૧૯૦૮માં સાવરકર સાથે મળીને ત્યાં ૧૮૫૭ની અર્ધશતાબ્દી મનાવી. પરંતુ લંડનમાં રહેવું દુષ્કર બનતાં પાછાં પેરિસમાં આવ્યાં. ત્યાં એમણે 'વંદેમાતરમ્' અખબાર શરૂ કર્યું. પ્રથમ વિશ્વયુદ્ધ શરૂ થતાં ઇંગ્લેન્ડ અને ફ્રાંસ મિત્ર બની ગયાં. ઇંગ્લેન્ડના દબાણને કારણે ફ્રાંસની સરકારે તેમને નજરકેદ કર્યા. આ નજરબંધીને કારણે તેમની તબિયત બગડી. આર્થિક રીતે પણ ભાંગી પડયાં. એક નાનકડી ઓરડીમાં દિવસો વિતાવવા માંડયાં. અબીજો કોઈ વિકલ્પ ન રહ્યો. પાછા ફરતાં સમુદ્ર માર્ગે તેમની તિબયત વધારે કથળી. આઠ મહિના હોસ્પિટલમાં રહીને આ ક્રાંતિકારી મહિલાએ પોતાના પ્રાણ છોડી દીધા. એમના મૃત્યુની કોઈ અખબારમાં નાની સરખી નોંધ પણ ન લેવાઈ.

- જિતેન્દ્ર પટેલ