Get The App

આપણા સ્વાતંત્ર્ય નાયકો : બાલકૃષ્ણ ચાફેકર

Updated: Nov 14th, 2025

GS TEAM

Google News
Google News
આપણા સ્વાતંત્ર્ય નાયકો : બાલકૃષ્ણ ચાફેકર 1 - image

- નાનાભાઈનો સંકેત મળતાં જ દામોદરે રેન્ડની બગીનાં પાછળના પગથિયાં પર ચડી ગયા. પડદો ઊંચો કરીને બંદૂકની ગોળીથી રેન્ડને ત્યાં જ ઢાળી દીધો. પરંતુ એટલેથી બાલકૃષ્ણની દાઝ ન ઓલવાઈ.

દામોદર ચાફેકરના તેઓ નાનાભાઈ. પૂનાના અત્યાચારી કમિશનર રેન્ડને દામોદરે ઠાર કર્યો તો અંગ્રેજ અધિકારી અટરિસ્ટને બાલકૃષ્ણે મોતને ઘાટ ઉતાર્યો. બાલકૃષ્ણની સતર્કતા વગર આ યોજના પાર પડી શકે તેમ નહોતી.

૨૨ જૂન, ૧૯૮૩ની એ મધરાત. પૂનામાં આવેલા સરકારી નિવાસસ્થાનમાંથી મહારાણી વિક્ટોરિયાના રાજ્યારોહણનો હીરક મહોત્સવ મનાવીને કમિશનર રેન્ડ પોતાના કાફલા સાથે ઘર તરફ પ્રયાણ કરી રહ્યો હતો ત્યારે એને એ ખબર નહોતી કે યમના રૂપમાં બે ક્રાંતિકારીઓ પોતાની પાછળ આવી રહ્યા છે. રેન્ડની બગી જેની જમશેદજીની પીળી કોઠી પાસે પહોંચી કે બાલકૃષ્ણે સાંકેતિક ભાષામાં નારિયા 'નારિયા' કહીને મોટાભાઈને તૈયાર થઈ જવા કહ્યું. આ શબ્દ રેન્ડે પણ સાંભળ્યા હતા. એણે માન્યું કે હશે કોઈ ગામડિયો, નાનાભાઈનો સંકેત મળતાં જ દામોદરે રેન્ડની બગીનાં પાછળના પગથિયાં પર ચડી ગયા. પડદો ઊંચો કરીને બંદૂકની ગોળીથી રેન્ડને ત્યાં જ ઢાળી દીધો. પરંતુ એટલેથી બાલકૃષ્ણની દાઝ ન ઓલવાઈ. એ પાછળ આવી રહેલી આયરિસ્ટની બગી પર મોટાભાઈની જેમ જ ચડી ગયા. આયરિસ્ટ ત્યારે દારૂના નશામાં મસ્ત હતો. પરંતુ તેની પત્નીએ રેન્ડની બગીનાં પાછળનાં પગથિયેથી એક માણસને ભાગતો જોયો હતો. આ અંગે તેણી પોતાના પતિને કંઈક કહેવા ગઈ ત્યાં તો તેની બગીમાં પણ ધડાકો થયો. મોટાભાઈની જેમ જ બાલકૃષ્ણે આયરિસ્ટ પર ગોળી ચલાવી દીધી. ગોળી આયરિસ્ટના શરીર સોંસરવી નીકળી ગઈ. આયરિસ્ટ તેની પત્ની પર ઢળી પડયો. ઘટનાસ્થળ પર જ એના રામ રમી ગયા. ધાર્યું લક્ષ્ય હાંસલ કરીને ચાફેકર બંધુઓ નાસી છૂટયા.

 આ હત્યાના બે મહિના પછી દેશદ્રોહી દ્રવિડ બંધુઓની બાતમીને કારણે દામોદર પડકાયા. બાલકૃષ્ણ તો હજુ પોલીસને હાથ આવ્યા જ નહોતા. દામોદરની ધરપકડ કરીને તેમના પર મુકદ્દમો ચલાવી તેમને ફાંસી આપવામાં આવી. ફરારી અવસ્થામાં પોતાના મોટાભાઈને ફાંસી અપાયાના સમાચાર સાંભળીને બાલકૃષ્ણ એકદમ ઉદાસ અને અસ્વસ્થ થઈ ગયા. પાછું પોતાની ભાળ મેળવવા માટે પોલીસ નિર્દોષ લોકોની સતામણી કરી રહી હતી એ વાતને લઈને પણ તેઓ એટલા જ દુઃખી હતા. આ કારણસર એક દિવસ તેમણે પોલીસથાણે જઈ આત્મસમર્પણ કરી દીધું. પોલીસે તેમને જેલમાં પૂરી મુકદ્દમો ચલાવવા માંડયો.

જેલમાં બાલકૃષ્ણને ચોંકાવનાર સમાચાર સાંભળવા મળ્યા. તેમના નાનાભાઈ વાસુદેવે મોટાભાઈ દામોદરની બાતમી આપી દેનારા દ્રવિડબંધુઓને ઠાર કર્યા છે. થોડા દિવસમાં જ વાસુદેવને પણ એ જ જેલમાં લાવવામાં આળ્યા. બાલકૃષ્ણ માટે સૌથી વધારે પીડાદાયક બાબત તો એ બની ને રહી કે નાનાભાઈ વાસુદેવને તેમનાથી ચાર દિવસ પહેલાં ફાંસી આપવામાં આવી. પાછળ પાછળ જ પોતાને જવાનું હતું છતાં પોતે નાનાભાઈને ફાંસીએ ચડતો કેમ જોઈ શકે?

- જિતેન્દ્ર પટેલ