Get The App

ભારતનું સૌથી પુરાતન શહેર : મહાબલિપુરમ્

Updated: Oct 14th, 2022

GS TEAM

Google News
Google News
ભારતનું સૌથી પુરાતન શહેર : મહાબલિપુરમ્ 1 - image


ત મિલનાડુનું મહાબલિપુરમ બે હજાર વર્ષ જૂનું પુરાતન શહેર છે. સાતમી સદીમાં તે એશિયાનું સૌથી સમૃધ્ધ બંદર હતું. આ પુરાતન શહેર સંખ્યાબંધ મંદિરો અને પ્રાચીન શિલ્પ સ્થાપત્ય માટે વિશ્વ પ્રસિધ્ધ છે. પુરાતત્વવિદો અને અભ્યાસુઓ માટે આકર્ષણનું કેન્દ્ર છે. વેદિક કાળથી પ્રસિધ્ધ આ શિલ્પ સ્થાપત્વનો સમૂહ વિશ્વવારસામાં સ્થાન પામ્યો છે.

મહાબલિપૂરમના મંદિરો, શિલ્પો, પહાડના ખડકોમાં કોતરાયેલા છે. ભવ્ય કોતરણીવાળા સ્થંભો સહિતના ગુફામંદિરો જોવા લાયક છે. વિષ્ણુ મંદિર, પાંડવના પાંચ રથ, ગંગા અવતરણને ખડક વગેરે જોવા લાયક છે. કુદરતી અજાયબી ગણાતો બેલેન્સિંગ રોક જાણીતો છે. ૨૦ ફૂટ ઊંચો, પાંચ મીટર પહોળો અને ૨૫૦ ટન વજનનો જંગી ખડક એક નાના ખડક ઉપર સમતોલ રહીને ટક્યો છે. હમણાં જ ગબડી પડશે તેવી સ્થિતિમાં વર્ષો સુધી રહેલી આ ખડક એક ઇંચ પણ હલ્યો નથી. સ્થાનિકો તેને કૃષ્ણના માખણનો ગોળો કહે છે.

પ્રાચીન દ્રવિડિયન શૈલીનું મહાબલિપૂરમ જોવા માટે સહેલાણીઓને સમય ઓછો પડે. આધુનિક મહાબલિપુરમ અંગ્રેજોએ ૧૮૨૭માં વસાવેલું તેની આસપાસ પણ ભવ્ય જોવા લાયક સ્થળો આવેલા છે.

Tags :