અજાયબ દરિયાઈ જીવ : ઓકટોપસ
ઓ કટોપસ દરિયામાં રહેતો હાડકાં વિનાનો આઠ પગવાળો અજાયબ જીવ છે.
- ઓકટોપસના ગોળાકારમાથામાંથી ચારે તરફ ફેલાઈ શકે તેવા આઠ પગ હોય છે. આઠે પગની બંને તરફ શોષક ગ્રંથિઓ હોય છે.
- ઓકટોપસ ગમે તેવી સાંકડી જગ્યામાં ઘૂસી શકે છે.
- ઓકટોપસના માથામાં બે ગોળાકાર આંખો અને પોપટની ચાંચ જેવી મજબૂત ચાંચ હોય છે.
- ઓકટોપસને ત્રણ હૃદય હોય છે.
- સૌથી મોટું ઓકટોપસ જાયન્ટ પેસિફિક ઓકટોપસ ચાર મીટરનો ઘેરાવો અને ૧૫ કિલો વજન ધરાવે છે.
- ઓકટોપસ દરિયાઈ જીવોમાં બુધ્ધિશાળી જીવ છે.
- ઓકટોપસ અન્ય શિકારી જળચરથી બચવા શરીરનો રંગ બદલી શકે છે.
- ઓકટોપસ શિકારી પ્રાણીને ભયભીત કરવા કાળા રંગની શાહી જેવો ફૂવારો છોડી પોતાની આસપાસ કાળું વાદળ રચી ભાગી છૂટે છે.
- માદા ઓકટોપસ એક સાથે બે લાખ ઇંડા મૂકે છે.